Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માત્ર સવા વર્ષ અગાઉ લગ્ન કરનાર પરણીતાનો આપઘાત, પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ગુનો નોંધાયો

  • April 02, 2023 

સુરતના ડભોલી ગામમાં રહેતા મૂળ જૂનાગઢના યુવાન સાથે માત્ર સવા વર્ષ અગાઉ લગ્ન કરનાર લસકાણાની 21 વર્ષની યુવતીને સાસરીયાઓએ તે કુળદેવીના ઉપવાસ નથી કરતી તેથી માતાજી રાખવાની ના પાડે છે તેવું કહેતા તેણે આત્મહત્યા કરી લીધી હતી.સરથાણા પોલીસે પરિણીતાના પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના વાકીયા ( બાબુપર ) ગામના વતની અને હાલ સુરતમાં લસકાણા રામાપીર મંદિર પાસે ભાવેશભાઈની વાડીમાં રહેતા અને ખેતીકામ કરતા દીલીપભાઈ બાબુભાઈ વાધેલા ( દેવીપુજક ) એ તેમની દીકરી કિરણ ( ઉ.વ.21) ના લગ્ન ગત જાન્યુઆરી 2022 માં મૂળ જૂનાગઢના વિસાવદર સત્તાધાર રોડના વતની અને સુરતમાં ડભોલી ગામમાં રહેતા કમલેશ કિશોરભાઈ થાળકીયા સાથે કર્યા હતા.


જોકે, લગ્નની શરુઆતમાં સારી રીતે રાખ્યા બાદ કિરણ વાર-તહેવારે પિયર આવતી ત્યારે કહેતી હતી કે પતિ, સાસુ અને સસરા કુળદેવીના ઉપવાસ કરવાનું કહે છે, મારાથી નથી થતા, તે અંગે ત્રાસ આપે છે અને મને શાંતીથી જીવવા નહી દે.કિરણને તેના માતાપિતા સમજાવીને મોકલી આપતા હતા.દરમિયાન, પાંચ મહિના અગાઉ કમલેશ કિરણને પિયરમાં મૂકી ગયો હતો.કિરણને તેડી જવા માટે કમલેશને વારંવાર કહેવા છતાં તે આવતો નહોતો.આથી એક મહિના અગાઉ કમલેશ અને તેના માતાપિતાને ઘરે તેડી વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે અમારા કુળદેવી માતાજી કિરણને તેડવાની ના પાડે છે તેથી નહીં લઈ જઈએ, છૂટાછેડા આપી દેવા છે.



આ વાત સાંભળીને ટેંશનમાં આવેલી કિરણે ગત 10 મી ની બપોરે ઘાસમાં નાંખવાની દવા પી લીધી હતી.તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડતા સાસરીયાઓએ તેને તેડી જવાની વાત કરી હતી.જોકે, તેની તબીયતમાં સુધારો થતા તેને રજા આપી ત્યારે ફોન કર્યો તો સાસરીયાઓએ તેને તેડી જવા ઈન્કાર કર્યો હતો.આથી કિરણ ફરી ટેંશનમાં આવી ગઈ હતી અને અઠવાડીયા અગાઉ ફરી તેની તબીયત બગડતા તેને ફરી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી.તે સમયે તેના સાસરીયાઓને ફરી ફોન કર્યો તો તેમણે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો.દરમિયાન, કિરણનું સારવાર દરમિયાન મોત નીપજતાં તેના પિતાએ કમલેશ અને તેના માતા-પિતા વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application