Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેશમાં ખાંડનું ઉત્પાદન ઓક્ટોબર-નવેમ્બરમાં વધીને 47.9 લાખ ટન

  • December 05, 2022 

ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશનનાં તાજેતરનાં રિપોર્ટ અનુસાર ઓક્ટોબર-નવેમ્બરમાં દેશમાં ખાંડનું ઉત્પાદન સામાન્ય વધારા સાથે 47.9 લાખ ટન રહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ખાંડનું માર્કેટિંગ વર્ષ ઓક્ટોબરથી સપ્ટેમ્બર સુધી ચાલે છે. ઈસમાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વર્તમાન માર્કેટિંગ વર્ષ 2022-23માં 30 નવેમ્બર સુધી ખાંડનું ઉત્પાદન વધીને 47.9 લાખ ટન થઈ ગયું છે, જે ગયા વર્ષનાં સમાન સમયગાળામાં 47.2 લાખ ટન હતું. કાર્યરત સુગર ફેક્ટરીઓની સંખ્યા પણ અગાઉનાં 434થી વધીને 416 થઈ છે. ઈસમાના ડેટા અનુસાર મહારાષ્ટ્રમાં 2022-23ની માર્કેટિંગ સિઝનના પ્રથમ બે મહિનામાં ખાંડનું ઉત્પાદન 20 લાખ ટન થયું હતું, જે એક વર્ષ અગાઉનાં સમયગાળામાં 20.3 લાખ ટન હતું.



ઉત્તર પ્રદેશમાં ખાંડનું ઉત્પાદન અગાઉનાં 10.4 લાખ ટનથી વધીને 11.2 લાખ ટન થયું છે. કર્ણાટકમાં ખાંડનું ઉત્પાદન અગાઉના વર્ષના 12.8 લાખ ટનથી ઘટીને આ વખતે 12.1 લાખ ટન થયું છે. ઈસમાએ જણાવ્યું હતું કે, ઇથેનોલ મોરચે પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓએ અત્યાર સુધીમાં ઇથેનોલ સપ્લાય વર્ષ 2022-23માં અગાઉ જારી કરાયેલા બે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટમાં સપ્લાય માટે લગભગ 460 કરોડ લિટર ફાળવ્યા છે. ઇથેનોલ સપ્લાય વર્ષ ડિસેમ્બરથી નવેમ્બર સુધી ચાલે છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સબમિશનની છેલ્લી તારીખ 30 નવેમ્બર, 2022 સુધી વધારાનાં 139 કરોડ લિટરની જરૂરિયાત માટે ત્રીજો એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ જારી કર્યો છે. ઈસમાએ જણાવ્યું કે ઓએમસી હાલમાં બિડની તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં ફાળવણી થવાની અપેક્ષા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application