તાપી જિલ્લાની વ્યારાની સુગર ફેક્ટરી વર્ષો સુધી બંધ રહ્યા બાદ જેનો વહીવટ કસ્ટોડિયન કમિટીના હવાલે કરાતા સુગર પુનઃકાર્યરત થઈ છે. ટ્રાયલ પિલાણ સીઝન 2023-24 શરૂ કરવામાં આવી હતી જેમાં પ્રથમ હપ્તાની ચુકવણી બાદ હાલમાં સુગર દ્વારા ખેડૂતને બીજા હપ્તાની ચુકવણી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તાપી જિલ્લાની વ્યારા સુગર ફેક્ટરી શ્રી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી. ખુશાલપુરા વર્ષો પછી શરૂ થઈ છે.
ગતવર્ષ ટ્રાયલ પીલાણ સીઝન 2023-24 શરૂ કરવામાં આવી હતી અને શેરડીનો પ્રથમ હપ્તો રૂપિયા 1000 પ્રતિ મે. ટન ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો. હવે બીજા હપ્તા માટે રૂપિયા 800 પ્રતિ મે. ટન શેરડી પેમેન્ટ ઝોનવાર ખેડૂતોને તારીખ 22/02024ના રોજથી ચુકવણું કરવામાં આવી રહ્યું છે જેમાં ધામોદલા ઝોન, બાલ્દા ઝોન, બેડકુવા ઝોન, વ્યારા ઝોન, ઉચ્છલ ઝોન, નિઝર ઝોન અને પીપળકુવા ઝોનનાં ખેડૂતનાં બેંક ખાતામાં સીધા આ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવતા ખેડૂતોમાંની ખુશીની લહેર જોવા મળી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500