ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો ખૂબ જ લોકપ્રિય છે. ખાસ કરીને ઈલેક્ટ્રીક ટુ-વ્હીલરની માંગ દિવસેને દિવસે વધી રહી છે. જો કે, સમયાંતરે કેટલીક ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે જે ઇલેક્ટ્રિક વાહનોની સલામતી વિશે આપણા મનમાં શંકા પેદા કરે છે. ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધી રહ્યું છે પરંતુ તેની સાથે તેમાં આગ લાગવાના કિસ્સા ચિંતા વધારે છે. ભરૂચ શહેરના જે બી મોદી પાર્ક વિસ્તારમાં અચાનક એક ઇલેક્ટ્રિક બાઇકમાં આગ લાગી ગઈ હતી. સમયસર વાહન ચાલાક વાહન છોડી બાજુમાં ખસી જતા તેનો બચાવ થયો હતો. ગણતરીના સમયમાં બાઈક અગનગોળામાં પરિવર્તિત થઈ ગયું હતું. ફાયર બ્રિગેડે આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application