Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગોડાઉનમાં અચાનક આગ, ફાયર વિભાગની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો : પોલીસે ગોડાઉન સંચાલક સહિત 3 સામે ગુનો દાખલ

  • November 09, 2022 

વલસાડનાં છીપવાડ વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોકે આ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક લોકોએ તાત્કાલિક બુમાબુમ કરીને લોકોને જાગૃત કર્યા હતા. તેમજ સ્થાનિક લોકોએ વલસાડ નગરપાલિકા ફાયર વિભાગની ટીમને ઘટનાની જાણ કરી હતી. જેથી વલસાડ નગરપાલિકા અને અતુલ સહિત ફાયર વિભાગની 6 ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટના અંગે સીટી પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં સીટી પોલીસે ચેક કરતા ગોડાઉન સંચાલક પાસે કોઈ પરવાનગી ન હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સીટી પોલીસે ગોડાઉન સંચાલક સહિત 3 ઇસમો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

બનાવની વિગત એવી છે કે, વલસાડનાં છીપવાડ ખાતે આવેલા મુકેશ પરસોતમભાઇ ભાનુશાલીના કોથળાના ગોડાઉનમાં ગતરોજ સાંજે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં દોડધામ મચી ગઇ હતી. સ્થાનિક લોકોએ કોથળાનાં ભાંગર ગોડાઉન સંચાલક અને વલસાડ નગરપાલિકાની ફાયર વિભગની ટીમને ઘટનાની જાણ કરી હતી જેથી વલસાડ નગર પાલિકા અને અતુલ સહિત ફાયર વિભાગની 6 ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.


જોકે વીજ કંપનીની ટીમોએ ઘટના સ્થળે પહોંચી આજુબાજુનો વીજ પુરવઠો અટકાવી દીધો હતો અને સ્થાનિક લોકોએ ગોડાઉન સંચાલકને ઘટનાની જાણ કરતા તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્ચા હતા. સ્થાનિક લોકો અને ગોડાઉન સંચાલકે શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવ્યું હતું. જયારે કાંતનનાં કોથળાના ગોડાઉનની બાજુમાં અન્ય પુઠાનું ગોડાઉન અને વસ્તુઓ આવેલી હોવાથી લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

તેમજ ઘટનાની જાણ વલસાડ સીટી પોલીસની ટીમને થતાં ઘટનાસ્થળે પહોંચી સંચાલક પાસેથી ગોડાઉન અંગેની પરમિશન માંગી હતી. જેમાં ગોડાઉન સંચાલક પાસે કોઈ પરમિશન મળી આવી ન હતી. આમ, વલસાડ સીટી પોલીસે ગોડાઉન માલિક મુકેશ પરસોતમભાઈ ભાનુશાલી, ગોડાઉન ભાડે રાખનાર રાજ નરેન્દ્ર ઠક્કર અને સલીમખાન મુસ્તકભાઈ પાઠણ સામે શહેરમાં ગેરકાયદેસર રીતે કંતાનના કોથળાનું ગોડાઉન રાખવા અંગે સીટી પોલીડ મથકે ફરિયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application