બારડોલીનાં મીંઢોળા પુલ પરથી પસાર થતી સ્વીફ્ટ કારમાં અચાનક એન્જીનનાં ભાગે આગ લાગી હતી જેથી કારમાં સવાર દંપતી અને 7 માસનાં બાળકનો આબાદ બચાવ થવા પામ્યો છે. ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમને કરવામાં આવતા ફાયરની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. બનાવની વિગત એવી છે કે, સુરતના ઉન પાટિયા ખાતે રહેતાં રિઝવાનભાઈ શાહ મહંમદ તેઓના ભાઈ યાર મહંમદ અને ભાભી નગીના અને 6 મહિનાના ભત્રીજાને લઈ હોસ્પિટલ બતાવવા માટે કારમાં સવાર થઈ બારડોલી આવવા માટે નીકળ્યા હતા.
તે દરમિયાન બારડોલીનાં મીંઢોળા નદીના પુલ પર કારનાં આગળનાં ભાગેથી અચાનક ધુમાડો નીકળવાનો શરૂ થયો હતો અને કારમાં સવાર પરિવાર સમય સુચકતાથી કારમાંથી ઉતરી જતા કોઈ જાનહાની થઈ ન હતી. તો બીજી તરફ કારનાં એન્જિનનાં ભાગેથી નીકળતો ધુમાડો આગમાં પરિવર્તિત થયો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોત જોતામાં આખી કાર આગની ચપેટમાં આવી ગઈ હતી. ઘટનાની જાણ બારડોલી ફાયર વિભાગની ટીમને કરવામાં આવતા ફાયરની ટીમે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application