ગુજરાતમા ભ્રષ્ટ સરકારી અધિકારીઓ વિરૂધ્ધ ACBએ કડક કાર્યવાહી હાથ ધરી છે. કરોડોની અપ્રમાણસરની મિલકત મળી આવતા ફરિયાદ નોંધવામાં આવી છે. ચાલુ વર્ષમા 9 સરકારી અધિકારી વિરૂધ્ધ ગુનો નોંધીને 8.53 કરોડની અપ્રમાણસરની મિલકત જપ્ત કરી. છેલ્લા 6 વર્ષમા 93 સરકારી અધિકારીઓ પાસેથી 150 કરોડથી વધુની અપ્રમાણસરની મિલકત મળી આવી છે. આ ભ્રષ્ટ અધિકારીઓને કોનું સમર્થન છે અને કોણ આવ અધિકારીઓને પ્રોત્સાહન આપી રહ્યું છે તે બધુ ACBની તપાસમાં સામે આવી જશે.
ગુજરાતમા લાંચ લઈને કરોડોની મિલકત વસાવતા સરકારી કર્મચારી અને અધિકારીઓ પર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ તવાઈ બોલાવી છે. 2023મા ACBએ અપ્રમાણસરની મિલકતને લઈને 9 ગુના નોંધ્યા છે. અને 8.53 કરોડની અપ્રમાણસરની મિલકતને લઈને ખુલાસો કર્યો છે.
ગુજરાતમા છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો 2019મા 18 ગુના નોંધીને 27 કરોડની અપ્રમાણસરની મિલકત જપ્ત કરી છે. જયારે, 2020માં 38 કેસ નોંધીને 50 કરોડ, 2021મા 11 કેસ નોંધીને 56 કરોડ અને 2022મા 5 ગુના નોંધીને 4.52 કરોડની અપ્રમાણસરની મિલકત જપ્ત કરી છે.જયારે 2023ના વર્ષમા પાટણના તત્કાલીન ઈજનેર જસવંતભાઈ મોદીનો અપ્રમાણસરની મિલકત સૌથી વધુ 4.22 કરોડની મિલકત મળી આવી છે.
જયારે, ઓછી અપ્રમાણસરની મિલકત સુરત ગ્રામ્યના તત્કાલીન સર્કલ ઓફીસર અરૂણભાઈ પટેલ ની 14.47 લાખની મિલકત મળી આવી હતી. જયારે, અન્ય અધિકારીઓ પાસેથી પણ 50થી 60 ટકા અપ્રમાણસરની મિલરત મળી આવી છે. છેલ્લા, 6 વર્ષમા ACBએ 150 કરોડથી વધુ અપ્રમાણસરની મિલકત જપ્ત કરીને મોટી સફળતા મેળવી છે.ACBના ડાયરેકટર શમસેરસિંઘ દ્વારા ભષ્ટાચારને નાબુંદ કરવા ચિતંન શિબિર પણ યોજી હતી. અને આ વર્ષે અપ્રમાણસરની કરોડોની મિલકત જપ્ત કરીને ભષ્ટ અધિકારીઓ પર કડક કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500