ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકામાં ગતરોજ બપોર બાદ રાબેતા મુજબ વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળા કાળા વાદળો ધસી આવતા વિજળીનાં તડાકા ભડાકા અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ તુટી પડયો હતો અને સુબિર તાલુકા પંથકમાં પાણી પાણી થઈ જવા પામ્યુ હતુ. વન લોક માતા ધોધલ અને ગીરા પુર જેવી પરિસ્થિતીનુ નિર્માણ થતા બંને કાઠેથી વહેવા લાગી હતી. જોકે સાથે સાથે વિજળી ધમાકેદાર ચમકારથી સુબિર તાલુકો લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
જોકે સુબિર તાલુકાનાં સુબિર મહાલ માર્ગ ઉપર આવેલ કડમાળ ગામનાં મોહનભાઈ ગંગાજભાઈ પવાર જેઓ જમીને બપોર બાદ ખેતરમા કામમાં જોતરાયા હતા તે દરમિયાન બે ખબર ગંગાજભાઈ ઉપર વીજળી પડતા ગંગાજભાઈનુ ઘટના સ્થળે જ મોત થતા ગામમાં ગમીગીન છવાઈ જવા પામી હતી. જયારે વિજળી ચમકારથી સમગ્ર સુબિર પંથક ધ્રુવજી ઉઠયુ હતુ. લોકો ડર માર્યા પોત પોતાના ઘરમાં ઘુસી ગયા હતા. જયારે આહવા તાલુકામાં રીમઝીમ વરસાદ વરસ્યો હતો અને ગિરિમથક સાપુતારામાં પણ ઝરમર વરસાદ ધુમ્મસયુ વાતાવરણ છવાઈ જતા રવિવારની સહેલાયે આવેલે સહેલાણીઓની ખુશી બેવડાઈ હતી સહેલાણીઓ ઠેરઠેર ગાડીનાં સાઉન્ડ સીસ્ટમ સાથે ઝુમ બરાબર ઝુમી ઉઠયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application