Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં શ્રી શિવાજી સાર્વજનિક પુસ્તકાલય ખાતે વિદ્યાર્થીઓ મુલાકાતે આવ્યા

  • December 19, 2023 

વ્યારા ખાતેની શ્રી શિવાજી સાર્વજનિક પુસ્તકાલયમાં તારીખ 16/12/2023નાં રોજ પી.પી.સવાણી વિદ્યામંદિર ડિસેમ્બર માસને વાચક મહિનો તરીકે ઉજવી રહ્યો છે જેથી શ્રી શિવાજી સાર્વજનિક પુસ્તકાલયની મુલાકાતે શાળાનાં  વિદ્યાર્થીઓ આવ્યા હતા જેમાં શિક્ષકો બાળકોને અભ્યાસક્રમ સિવાયના વાંચનમાં વિવિધ ટૂંકી સચિત્ર વાર્તાઓ અને અન્ય માહિતી સભર વાંચનો કરી પુસ્તકોના વાંચનનું મહત્વ સમજાવી વિવિધ પુસ્તકોનું વાંચન કરાવ્યું. આ રીતે તેઓને અભ્યાસક્રમ સિવાયના પુસ્તકો વાંચવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આમ પુસ્તકાલયના ગ્રંથપાલ તથા કર્મચારીઓના સાથ સહકાર અને અપાયેલી ખૂબ જ રસપ્રદ માહિતી મેળવી બાળકો ખૂબ જ આનંદિત થયા તથા વાંચન તરફ પ્રેરિત થયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News