અમદાવાદની એચ.એ. કોલેજના ક્લાસમાં વિદ્યાર્થીઓએ જયશ્રી રામના નારા લગાવતા પ્રિન્સિપાલે માફીપત્ર લખાવ્યો હતો. જેથી નારાજ થયેલા એબીવીપીના કાર્યકરોઓએ પ્રિન્સિપાલની ઓફિસ બહાર હોબાળો કર્યો હતો આ ઉપરાંત ત્યાં હનુમાન ચાલીસા કરીને વિરોધ નોંધાવ્યો હતો.
અમદાવાદના એચ.એ. બે દિવસ પહેલા કોલેજમાં સેમેસ્ટર-1ના વિદ્યાર્થીઓ લેક્ચર પૂરા થયા બાદ જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા. સૂત્રોચ્ચાર ચાલુ હતા ત્યારે એક પ્રોફેસર વર્ગમાં પ્રવેશ્યા. આ પછી સૂત્રોચ્ચાર કરતા પાંચ વિદ્યાર્થીઓને કોલેજના પ્રિન્સિપાલ પાસે લઈ જવામાં આવ્યા હતા. કોલેજમાં વિવાદ વકરતાં પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને ઉપદ્રવ સર્જવા બદલ માફી પત્ર લખાવ્યો હતો. ત્યારે ABVP દ્વારા આચાર્યની ઓફિસ બહાર હનુમાન ચાલીસા કરી વિરોધ કર્યો હતો.
મળતી વિગતો અનુસાર કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે આ મુદ્દે વિદ્યાર્થીઓને માફી પત્ર લખાવ્યો હતો નહીંતર કોલેજમાંથી કાઢી મુકવામાં આવશે. આ સમગ્ર મામલે ABVP દ્વારા કોલેજમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ભગવાનનું નામ લેવા બદલ માફી પત્ર લખતી વખતે એબીવીપીએ માફીપત્ર લખનાર આચાર્ય સંજય વકીલની કેબિનની બહાર બેસીને હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. એબીવીપીના કાર્યકરોએ પણ હેડમાસ્તરનો વિરોધ કર્યો હતો. જો કે,બાદમાં પ્રિન્સિપાલે પોતાની ભૂલ સ્વીકારી લીધી અને એબીવીપીના કાર્યકરો સાથે જય શ્રી રામના નારા લગાવ્યા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500