મિનિસ્ટ્રી ઓફ ટ્રાયબલ અફેર્સ (ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા) NESTS અને ટ્રાયબલ ડેવલોપમેન્ટ ડીપાર્ટમેન્ટ (ગવર્નમેન્ટ ઓફ ગુજરાત) GSTESના સંયુક્ત ઉપક્રમે, EMRS અંબાજી ખાતે આયોજિત રાજ્યકક્ષાના ચોથા સાંસ્કૃતિક કાર્યક્રમમાં, પ્રાયોજના વહીવટદાર ના માર્ગદર્શન હેઠળ EMRS સાપુતારા શાળાના કુલ 57 જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃતિમાં ભાગ લીધો હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઠાકરે નૃત્ય, ઢાક વાદન, સોલો સોંગ્સ, નાટક, વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી.
જે સ્પર્ધામા ઘાટાળ પ્રિન્સ જોસેફભાઈ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમ, સમૂહ કૃતિ ઢાક વાદનમાં દ્વિતીય ક્રમ, વકતૃત્વ સ્પર્ધામાં ચૌધરી પ્રિન્સ આર. તથા ચૌધરી ગ્રેસી દિપકભાઈ દ્વિતીય ક્રમ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. આ વિદ્યાર્થીઓ આગામી સમયમાં દેહરાદુર (ઉત્તરાખંડ) ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. વિદ્યાર્થીઓની આ સિધ્ધિ બદલ શાળાના શિક્ષકો, આચાર્યશ્રી તેમજ પ્રાયોજના વહીવટદારશ્રી એ વિદ્યાર્થીઓને અભિનંદન આપી શુભકામનાઓ પાઠવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500