Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચંદ્રયાન ઉતરાયણના સાક્ષી બનતા આહવાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના વિદ્યાર્થીઓ

  • August 25, 2023 

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, આહવા ખાતે તારીખ 23 ઓગસ્ટના રોજ ભારત દ્વારા ચંદ્ર પર મોકલવામાં આવેલા ચંદ્રયાન 3ના ઉતરાયણને લઈને ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિજ્ઞાન જગતની આ સિદ્ધિ અંગે વિદ્યાર્થીઓમાં રસરુચિ કેળવવાનો સારો અવસર જાણી કોલેજની ઇનોવેશન ક્લબ અને SSIP સમિતિ દ્વારા ચંદ્રયાન મિશન 3 નો ઈસરો સંસ્થા દ્વારા થયેલ લાઈવ સ્ટ્રિમિંગ, પ્રોજેક્ટર ઉપર નિહાળવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. UGC અને કેન્દ્ર સરકારે તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ભારતની ભાવિ પેઢી, દેશને ગૌરવાન્વિત કરતી આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બની શકે તે માટે આ મિશનના લાઈવ કવરેજનું આયોજન કરવા માટે આપેલા માર્ગદર્શન મુજબ ઇનોવેશન ક્લબ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.



આ કાર્યક્રમમાં સમગ્ર કોલેજના 100 કરતા વધારે વિદ્યાર્થીઓ અને સ્ટાફ જોડાયા હતા. કાર્યક્રમના શરૂઆતમાં કોલેજના આચાર્યએ વિદ્યાર્થીઓ સમક્ષ પ્રોત્સાહક ઉદબોધન આપી, અને ચંદ્રયાન મિશન 3નું મહત્વ સમજાવ્યું હતુ. તેમણે ચંદ્રયાન 3 મિશન સફળ થાય તે માટે વિદ્યાર્થીઓને અને સ્ટાફને પ્રાર્થના કરી શુદ્ધ મનથી આ સિદ્ધિના સાક્ષી બનવા જણાવ્યું હતુ. ચંદા મામા સાથે માનવીનો નાતો ખૂબ જૂનો છે તેમ પણ તેમણે જણાવ્યું હતુ. શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ મહાદેવ ચંદ્રને ધારણ કરે છે. માટે ચંદ્ર મૌલેશ્વર શ્રી સોમનાથ મહાદેવનું સ્મરણ કરી, ચંદ્રયાન ચંદ્રની ધરતી પર સફળ લેન્ડિંગ કરે તે માટે પ્રાર્થના કરવા આહવાન કરવામા આવ્યુ હતુ.



જેમ ઈસરોના વૈજ્ઞાનિકોએ ઓછા ખર્ચમાં તપસ્યાના આધારે આ સિદ્ધિ હાંસલ કરી છે, તેમ વિદ્યાર્થીઓને પણ પોતાના જીવનમાં મેહનતથી સિદ્ધિ હાંસલ કરવી જોઈએ. તેમ જણાવતા આદિવાસીઓની સંસ્કૃતિમાં ચંદ્ર અને સુર્યની પરંપરાગત પુજા કરવામાં આવે છે, તેમ પણ આચાર્યશ્રીએ વધુમા જણાવ્યુ હતુ. યશસ્વી ઉતરાયણ પછી વિદ્યાર્થીઓએ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ઉદબોધન પણ સાંભળ્યું હતું. સફળ ઉતરાયણ વખતે બધા વિદ્યાર્થીઓ અને કોલેજ પરીવારવતી જય જવાન, જય કિસાન, અને જય વિજ્ઞાનના ઉદઘોષથી વાતાવરણ ગુંજી ઊઠયું હતું, અને ‘ભારત માતા’ની જય’ના નારા લગાવવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application