Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા : વિદ્યાર્થીઓ અને શાળા પરિવારે “VOTE FOR NARMADA”ની માનવ સાંકળ બનાવી મતદારોને મતદાનનો સંદેશો આપ્યો

  • November 23, 2022 

નર્મદા નૂતન જ્યોતિ વિદ્યાલયનાં વિદ્યાર્થીઓ અને શાળા પરિવારે “VOTE FOR NARMADA”ની માનવ સાંકળ બનાવી મતદારોને મહત્તમ મતદાનનો સંદેશો આપ્યો હતો અને દરેક લોકો વોટીંગ કરવા જાય તેવી માનવ સાંકળ દ્વારા અપિલ કરી હતી. નર્મદા જિલ્લામાં આગામી તા.01લી ડીસેમ્બર, 2022નાં રોજ યોજાનારી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અન્વયે જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વિપ મતદાર જાગૃત્તિનાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.




જે અંતર્ગત નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાનાં આમલેથા ગામની નૂતન જ્યોતિ વિદ્યાલય ખાતે શાળાનાં આચાર્ય કિશોરસિંહ ખેર તથા શાળાનાં પરિવાર દ્વારા “VOTE FOR NARMADA”ની માનવ સાંકળ બનાવી મતદારોમાં જાગૃત્તિ કેળવવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લામાં મહત્તમ મતદાન થાય એ ઉદેશ્યથી મતદાન જાગૃત્તિ માટે વિદ્યાર્થીઓએ “VOTE FOR NARMADA”ની એક માનવ સાંકળ બનાવી પ્રેરણા આપી હતી. મતદાન જાગૃત્તિના આ કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application