નવસારી વિજલપોર ખાતે રહેતી વિદ્યાર્થીનીને ભેજાબાજે વોડાફોન કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી કંપની દ્વારા ઘર બેઠા પૈસા કમાવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ ખાતામાંથી રૂપિયા ૧૧,૦૦૦ ટ્રાન્સફર કરી ઉપાડી છેતરપિંડી કરી હતી.
વરાછા પોલીસના જણાવ્યા મુજબ નવસારીના વિજલપોર અમ્રુતનગર સોસાયટીમાં રહેતા કેસીબેન ઘર્મેશભાઈ પટેલ (ઉ.વ.૧૮) અભ્યાસ કરે છે. કેસીબેન ગત તા.૨૯મીના રોજ વરાછા ઍ.કે.રોડ શીવાજંલી કોમ્પ્લેક્ષમાં ગયા હતા તે વખતે તેમના ઉપર અજાણ્યાનો ફોન આવ્યો હતો ફોન કરનારે પોતાની ઓળખ વોડાફોન કંપનીના કર્મચારી તરીકે આવી હતી અને કંપની દ્વારા ઘર બેઠા રૂપિયા કમાવવાની લાલચ આાપી વિશ્વાસમાં લઈ તેમના બેન્ક ઓફ મહારાષ્ટ્રના ખાતમાંથી રૂપિયા ૧૧ હજાર ટ્રાન્સફર કરી ઉપાડી લીધા હતા. કેંસીબેનની તેમની સાથે છેતરપિંડી કરવામાં આ્વી હોવાની ખબર પડતા પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application