વલસાડ જિલ્લાનાં નાનાપોંઢા ગામની પ્રાથમિક શાળામાં ધો ૮માં અભ્યાસ કરતી ૧૩ વર્ષીય વિદ્યાર્થીનીની તબિયત અચાનક લથડતા, શાળાના શિક્ષકો વિદ્યાર્થિનીને સારવાર માટે નાનાપોંઢા સી.એચ.સી.મા લઈ ગયા હતા. જ્યાં ફરજ ઉપરના તબીબે વિદ્યાર્થીનીને સારવાર મળે તે પહેલાં જ મૃત જાહેર કરી હતી. મળતી માહિતી મુજબ, નાનાપોંઢા ખાતે રહેતા અબ્દુલ હનીફ અંસારી દરજીકામ કરી ગુજરાન ચલાવે છે.
તેમની ૧૩ વર્ષીય પુત્રી મારિયા નાનાપોંઢા ગામે આવેલ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં ધો ૮માં અભ્યાસ કરતી હતી. મારિયા છેલ્લા કેટલાક દિવસોથી શાળામાં કોઈક કારણસર જતી નહિ હતી. જોકે મારિયા શાળાએ ગઈ હતી તે દરમિયાન રિસેસ દરમિયાન મારિયા તેના વર્ગખંડમાં બેઠી હતી. આ દરમિયાન મારિયાને અચાનક ઉબકા આવવાની સાથે વોમિટ થતા તેની તબિયત અચાનક લથડી ગઈ હતી. ઘટનાને લઈને શાળાના શિક્ષકો મારિયાને સારવાર માટે તેમના ખાનગી વાહનમાં નાનાપોંઢા સી.એચ.સી.માં લઈ ગયા હતા.
બીજી તરફ શિક્ષકોએ આ બાબતે મારિયાના પિતા છ અબ્દુલ હનીફ અંસારીને જાણ કરતા તેઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ સમયે હોસ્પિટલમાં ફરજ પરના તબીબે મારિયાને સારવાર મળે તે પહેલા જ મૃત જાહેર કરી હતી. ૧૩ વર્ષીય વિદ્યાર્થિનીનું રહસમય સંજોગોમાં મોત નિપજવાની ઘટનાને લઈને શાળાના શિક્ષકો સહિતના વિદ્યાર્થીઓમાં શોકની લાગણી ફેલાઈ છે. જે બાબતની જાણ નાનાપોંઢા પોલીસને કરવામાં આવી છે. શાળામાં અકસ્માતે મોતને ભેટનાર વિદ્યાર્થિની એક ગંભીર પ્રકારની બીમારીથી પીડિત હોય અને તેની સારવાર પણ ચાલુ હોવાનું તેના પિતાએ જણાવ્યું હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500