Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલીની સરકારી કુમાર છાત્રાલયમાં વિધાર્થીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

  • October 28, 2021 

આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત સરકારી કુમાર છાત્રાલય કે જે ચીખલી એપીએમસીના ભાડાના મકાનમાં કાર્યરત છે અને જેમાં ધોરણ-૮ થી એમ.એ સુધીના અભ્યાસ ક્રમના વિદ્યાર્થીઓ માટેની આ ડ્રાય હોસ્ટેલમાં જેટલા 86 વિદ્યાર્થીઓ બે અલગ-અલગ મકાનમાં રહી આજુબાજુની છાત્રાલયમાં રહી ખૂંધ સાતપીપળા સરકારી વિજ્ઞાન કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો નિતેશ સદુભાઈ ભોયે (ઉ.વ.21, રહે.ચિચપાડા,તા.સુબિર,જિ.ડાંગ) જે રોજ અગાસી ઉપર પર ફોન લઈ વાત કરવા જતો હતો અને ગતરાત્રીએ પણ સાડા અગિયારેક વાગ્યાના સમય દરમિયાન અગાસી પર ફોન લઈ વાત કરવા ગયો હતો.

 

 

 

 

 

પરંતુ પરત ન આવતા સાથી મિત્રએ સવારના સમયે અગાસી પર જઇ જોતા પીલલરના લોખંડના હુકમાં નાઈલોનની દોરી વડે ગળે ફાંસો ખાધેલ હાલતમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ ડાંગથી પરિવારજ પણ આવી ગયા હતા અને પોલીસે લાશનો કબ્જો લઈ સુરત સિવિલમાં ફોરેન્સિક પેનલ પીએમ માટેની કામગીરી હાથ ધરી હતી. બનાવ અંગેની જાણ છાત્રાલયના ગૃહપતિ યુનુસ નૂરમોહમદ દિલેરે કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application