હાલમાં ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે અહીં વિદ્યાર્થીઓને મોબાઈલ સહિતના કોઈપણ ઉપકરણો લઈ જવા ઉપર પ્રતિબંધ છે ત્યારે કુડાસણમાં આવેલી શાળામાં ધોરણ ૧૨ વિજ્ઞાાન પ્રવાહની બાયોલોજીની પરીક્ષામાં વિદ્યાર્થીને મોબાઇલ સાથે પકડી લેવામાં આવ્યો હતો. જેના પગલે પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૨૭ ફેબુ્રઆરીથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
ત્યારે આ પરીક્ષા પહેલા જ તંત્ર દ્વારા વિવિધ જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત પરીક્ષા આપવા માટે આવનાર પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારના ડિજિટલ માધ્યમને સાથે નહીં રાખવા માટે તાકીદ કરવામાં આવી હતી ત્યારે ગઈકાલે કુડાસણ ખાતે આવેલી સ્કૂલ ઓફ એચીવર શાળામાં ધોરણ ૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં બાયોલોજીના પેપર દરમિયાન વર્ગ નિરીક્ષક દ્વારા એક વિદ્યાર્થીને મોબાઇલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ આ વિદ્યાર્થીને શાળાના આચાર્ય પાસે લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની સામે જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ મામલે હાલ ઇન્ફોસિટી પોલીસ દ્વારા મોબાઈલ સાથે પકડાયેલા વિદ્યાર્થી સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application