Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં ભૂકંપના જોરદાર આંચકા, 5.2ની તીવ્રતા

  • August 05, 2023 

જમ્મુ-કાશ્મીરમાંથી એક મોટા સમાચાર જાણવા મળ્યા છે. ગુલમર્ગમાં આજે સવારે એટલે કે શનિવારે ભૂકંપના તીવ્ર ઝાટકા લાગ્યા હતા. રિ્ક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર સવારે 8.36 કલાકે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર 129 કિ.મી.ની ઊંડાઇ પર હતું. ભૂકંપને કારણે જાનમાલના નુક્સાનના હાલ કોઇ સમાચાર આવ્યા નથી.


જાણકારી માટે કે 3 ઑગસ્ટના રોજ વહેલી સવારે આંદામાન અને નિકોબાર ટાપુોમાં ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 મેગ્નિટ્યૂડની માપવામાં આવી હતી. ત્યાર બાદ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપી હતી કે આ ભૂકંપ સવારે 4.17 કલાકે આવ્યો હતો, જેનું કેન્દ્ર 61 કિ.મી.ની ઊંડાઇ પર હતું. નોંધનીય છે કે આંદામાન-નિકોબાર ટાપુઓ સુધી વિસ્તરેલો આલ્પાઇન-હિમાલય સિસ્મિક બેલ્ટ ભૂકંપની દ્દષ્ટિએ સૌથી સક્રિય પટ્ટો માનવામાં આવે છે અને આ દ્વીપસમુહ પર વારંવાર ભૂકંપ આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application