જાપાનમાં ભૂકંપના એટલા ભારે આંચકા અનુભવાયા કે સીધી સુનામીની જ ચેતવણી જાહેર કરવી પડી. અધિકારીઓએ કહ્યું કે, જો સુનામી આવશે તો સંભવિત એક મીટરની ઊંચાઈ સુધીના મોજાં ઉછળતાં જોવા મળશે. એક અહેવાલ અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6 મેગ્નિટ્યૂડ મપાઈ હતી. સરકારે એડવાઈજરી જાહેર કરીને ચેતવણી ઉચ્ચારી હતી કે લોકો દરિયાકાંઠા અને નદીકાંઠાના વિસ્તારોથી સુરક્ષિત સ્થાનોએ ખસી જાય. પૃથ્વી પર જાપાન સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાંથી એક છે. 2011માં આવેલા એક ભીષણ ભૂકંપને કારણે સુનામી આવતાં ઉત્તર જાપાનના મોટાભાગનો હિસ્સો નષ્ટ થઈ ગયો હતો અને ફુકુશિમામાં આવેલા પરમાણુ પ્લાન્ટને પણ મોટું નુકસાન થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application