Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં પણ કૃષિ કાનુનનો તીવ્ર વિરોધ : ખેડૂત સમાજ દ્વારા આંદોલનને સમર્થન

  • January 25, 2021 

સંસદમાં પસાર થયેલા કૃષિ કાનુનના વિરોધનો સૂર હવે ગુજરાતમાંથી પણ ઉઠવા લાગ્યો છે. દક્ષિણ ગુજરાતના સૌથી મોટા ખેડૂત સમાજે આજે ખેડૂત આંદોલનને ટેકો આપતા છેક સુધી લડી લેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.જહાંગીરપુરાસ્થિત જીનમાં યોજાયેલી બેઠકકમાં વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રા.હેમંતકુમાર મહેતા અને વિદ્વાન વકીલ આનંદ યાજ્ઞિક વિશેષરૂપે ઉપસ્થથિત રહ્યા હતા.

 

 

 

 

બંનેએ કેન્દ્ર સરકારની નીતિ અને નિયત સામે સવાલ ઉભો કરતાં જણાવ્યું હતું કે, મૂળભૂત રીતે જુઠ્ઠુ બોલવા માટે ટેવાયેલી ભાજપ સરકાર ખેડૂતોને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહી છે. પ્રોફેસરે જણાવ્યું કે, અન્નના ઉત્પાદનને લગતી પ્રક્રિયા રાજ્ય સરકાર હસ્તક હોય છે એમાં કેન્દ્ર દખલગીરી કરી શકે જ નહી પરંતુ કાયદાનું ખોટું અર્થઘટન કરીને મોદી સરકારે ભારતમાં કંપની સરકાર ઉભી કરવાનો હીન પ્રયાસ કર્યો છે.

 

 

 

પાંચ એકરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોએ સિત્તેર વર્ષમાં છ ગણું ઉત્પાદન કરીને દેશના તમામ લોકોના પેટના ખાડા પુરવામાં સહયોગ આપ્યો છે. આ કાનુનથી ખેડૂતો સાથે ગ્રાહકોને પણ નુકશાન છે.બિહારની વાત કરતાં તેમણે કહ્યું કે, ૧૦ વર્ષ પહેલા બિહારમાં એપીએમસી કાયદો રદ કરી દેવાયો તેથી ત્યાંના ખેડૂતો બેહાલ અને પાયમાલ બની રહ્યાં છે. બિહારને અડીને આવેલા રાજ્યમાં જ્યાં ડાંગરના ટેકાના ભાવ ૧૮૬૮ હતા ત્યારે બિહારના ખેડૂતને માત્ર ૯૦૦થી ૧૦૦૦ રૂપિયા મળ્યા હતા.

 

 

જેથી મિનિમમ સપોર્ટ પ્રાઈસ (એમએસપી) અથવા ટેકાના ભાવ નક્કી થવા જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે ખેતી અંગે ના ત્રણ કાયદાનો વિવાદ ઉભો થયો છે તેમાં એક મુદ્દો જલદીથી કોઇની નજરે પડતો નથી અને તે છે તેમાં પેદાશો અંગે થયેલી જોગવાઈ એપીએમસી બંધ થઈ ગયું નો ઢાળ જે કાયદાથી છે તેમનું નામ ખેડૂતોની પેદાશમાં વેપાર અને વાણિજ્ય ધારો( પ્રોત્સાહન અને સરલીકરણ) આ કાયદાની જોગવાઈ માં માત્ર વેપાર મુક્ત કરવા માટેની જોગવાઇ છે એવું નથી તેમાં ડેરી પેદાશ નો વેપાર પણ મુક્ત કરવાની જોગવાઈ જે કાયદાની કલમ બેમાં જુદા જુદા શબ્દોની વ્યાખ્યા આપવામાં આવી છે.

 

 

 

તેમાં ખેતપેદાશોની વ્યાખ્યામાં ખેતરોમાં પાક થી ચીજો ઉપરાંત પણ અનેક ચીજોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં કલમ ૨( સી)(આઈ) માં ડેરી પેદાશોનો ઉલ્લેખ છે અને કલમ ૨(સી)(આઈ.આઈ.  ) માં ઘાસચારો અને ફોર્સ સહિતના અન્ય પશુ દાણનો પણ સમાવેશ થાય છે કાયદામાં ખેતપેદાશ શબ્દ વાપરવામાં આવ્યો નથી પણ ખેડૂતોની પેદાશો શબ્દ વાપરવામાં આવ્યો છે એટલે પશુપાલકો આ કાયદા અનુસાર ખેડૂત કહેવાય અને તેઓ જે દૂધ પેદા કરે છે અને દૂધ પર પ્રક્રિયા કરીને જે દહી. છાશ .માખણ. સહિતની ચીજવસ્તુઓ સહકારી મંડળીઓ કેરીઓ પેદા કરે છે તે બધું આ કાયદા હેઠળ આવરી લેવાયું છે. આનો અર્થ એ સ્પષ્ટ થાય છે કે ખાનગી ડેરીઓ દૂધ સહિત ની ડેરી પેદાશોના વેપારમાં હવે બેરોકટોક આવી શકશે.દુનિયાના ૫૦ટકા ભારતના એટલે કે સાડા સાત કરોડ પશુપાલકો છે અને દેશના ૨૯ રાજ્યો માંથી કેવું રાજ્યોમાં દૂધનું ઉત્પાદન વધુ કેન્દ્રિત થયેલું છે .

 

 

 

આ દેશમાં ૩૫ કરોડ લોકો સંપૂર્ણપણે કે પછી આંશિક રીતે પશુપાલનના વ્યવસાય પર નભે છે જો ખાનગી કંપનીઓ અને તેમાં પણ વિદેશી કંપનીઓ દૂધ અને તેની પેદાશોના વેપારમાં મોટા પાયે પ્રવેશે તો સહકારી ડેરીઓ અને તેમના લાખો સભ્યો સામે ખતરો ઉભો થાય તેમ છે તેમણે નરસિંહરાવ સરકારની ઉદારીકરણની ૧૯૯૧ની નીતિ અંગે પણ ટકોર કરી હતી તેમની ઉદારીકરણની નીતિ ને લઈને લાઈસન્સ રાજ ગયું અને ત્યાર સને ૨૦૦૦ પછીથી ખાનગી મોટી કંપનીઓની બોલબાલા ડેરી ક્ષેત્રે વધતી ગઇ, નેસ્લે ઈંડિયા અને મિલ્ક ફૂડ લિમીટેડ જેવી ગણીગાંઠી કંપનીઓ ડેરી ક્ષેત્રમાં હતી મોદી સરકાર જે નવો કાયદો લાવી છે તેનાથી પશુપાલકો પાસેથી દૂધ ની પ્રાપ્તિ માટે જે કોઈ કાનૂની અવરોધો ખાનગી કંપનીઓને નડતા હતા તે બધા દૂર થયા છે ભારત સરકારના નાણા મંત્રાલય ૧૦ હજાર ટન દુધના પાવડર ની આયાતને મંજૂરી આપતું જાહેરનામું બહાર પાડ્યું છે.

 

 

 

 

આ એવા સમયે બહાર પાડવામાં આવ્યું કે જ્યારે દેશમાં કોરોના મહામારી ના કારણે લોક ડાઉન હતું અને પશુપાલકો દૂધના ભાવ સામે લડી રહ્યા હતા અગાઉ આવું જાહેરનામુ ૨૩ મી જૂન સન ૨૦૧૭ માં બાળ પાડવામાં આવ્યું હતું અને ફેબ્રુઆરી ૨૦૨૦ માં રદ કરી દેવામાં આવ્યું હતું  તે શા માટે ચાર મહિનામાં અને તે પણ આ કાયદો તેના ૧૮ દિવસમાં જ બહાર પાડવામાં આવ્યું એ પણ એક મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે એટલે કે આ સરકાર માં ભવિષ્યમાં શું થઈ શકે છે તેની કલ્પના પણ કરી શકાય તેમ છે.! વધુ માં સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ સરકાર નું સૂત્ર છે પણ આ ત્રણ કાયદા એવી સાબિતી આપે છે કે હકીકતમાં કેન્દ્ર સરકાર દેશી અને વિદેશી મહાકાય કંપનીઓનો સાથ લઈને તેમનો જ વિકાસ કરવા માગે છે અને તેમનો જ વિશ્વાસ જીતવા માગે છે એમ ખ્યાતનામ ધારાશાસ્ત્રી આનંદ યાજ્ઞિકે જણાવ્યું હતું .

 

 

 

 

આજે ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિ ની જાહેર સભામાં શહેર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ખેડૂત આગેવાનો જયેશ પટેલ રમેશ પટેલ અને સહકારી અગ્રણી દર્શનભાઈ નાયક સહિતના દોઢસોથી વધુ ખેડૂત આગેવાનો સુરત. ભરૂચ. નવસારી. અને વલસાડ તેમજ તાપી જિલ્લાના ઉપસ્થિત રહ્યા હતા.

 

 


ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ને બંધ કરવાનો કારસો

એક કાયદો દેશમાં ૨,૪૭૭ મુખ્ય માર્કેટયાર્ડ અને૪,૮૪૩ પેટા માર્કેટ યાર્ડ છે અને તેમાં ગુજરાતમાં ૨૧૪ મુખ્ય અને ૧૮૩ પેટા યાર્ડ છે તે બંધ થઈ જાય તે માટે જ કરવામાં આવ્યો છે તેના લીધે તેમાં કરવામાં આવેલી જોગવાઇઓ અને તેમાંથી ભવિષ્યમાં એવા પરિણામો આવશે કે માર્કેટમાં વેપાર થાય તેના પર વેરા અને ફી લાગે છે પણ જો એ અનાજનો બહાર વેપાર થશે તો તેના પર વેરા કે ફી નહિ લાગે છે જેથી યાર્ડની બહાર વધુ વેપાર થશે અને આમ થશે તો યાડૅ ધીમે-ધીમે બંધ થઈ જશે. માર્કેટ યાર્ડ બંધ થશે તો લઘુતમ ટેકાના ભાવે સરકાર કોઈ ખરીદી નહીં કરે અને ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવ નહિ મળે અત્યારે જેટલા ભાવ મળે છે એટલા ભાવ પણ ખુલ્લા બજારમાં નહીં મળે કાયદામાં ભલે લઘુતમ ટેકાના ભાવની વ્યવસ્થા બંધ થશે એમ લખવામાં ન આવ્યું હોય પણ એવી શક્યતા તો ઊભી થાય છે. ખુલ્લા બજારમાં ખાનગી કંપનીઓ ખેડૂતોનો માલ અંદરોઅંદર ભેગા મળીને ઓછા ભાવે કરી છે જેનો ફાયદો આ કંપનીઓને થશે અને ખેડૂતો લુંટાશે, આ ઉપરાંત ખેડૂતો માલના વેચાય તે માટે માર્કેટયાર્ડના વેપારીઓ કરતાં વધારે ભાવ કંપનીઓ આવશે એકવાર માર્કેટયાર્ડના વેપારીઓ ખતમ થઈ જાય પછી કંપની ઊંચા ભાવ આપશે નહીં.

 

 

 

કરારી ખેતી માં  લાભ કરતા નુકસાન વધુ થશે.

આ અંગે ધારાશાસ્ત્રી આનંદ યાજ્ઞિકે જણાવ્યું કે કરાળી ખેતી અંગેના કાયદાની કલમ ૧૮ અને કલમ 19 ની જોગવાઈઓ લોકશાહીના કાયદાના શાસનમાં આ સિદ્ધાંતોનો જે ઉડાડે છે કારણકે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કે આ કાયદા હેઠળ જે પણ અધિકારી છે તે કે પછી કોઇપણ વ્યક્તિએ આ કાયદા હેઠળ કરેલી કામગીરી સામે કોઈપણ બાવો કરી શકાશે નહીં કે પછી તેમની સામે કોઇ કાનૂની ફરિયાદ થઇ શકશે નહીં અહીં કોઈ પણ વ્યક્તિ નો અર્થ કોઈપણ દેશી વિદેશી કંપની આસાનીથી કરી શકાય ભલે કંપની શબ્દ વાપરવામાં આવ્યો હોય પણ અધિકારી કે માલિક તો વ્યક્તિ ગણાય. આ ઉપરાંત દેશની કોઈપણ દિવાની અદાલતો કાયદા હેઠળ કોઈપણ અધિકારીએ ભરેલા પગલાં સામે કેસ ચલાવવા ની સત્તા રહેશે નહીં. આ જોગવાઈઓ માત્ર લોકશાહીની હત્યા કરે છે એમ નથી પણ ભારતના બંધારણમાં લખેલ નાગરિક અધિકારોનો જ બંધ કરે છે કોઈપણ નાગરિક સરકારના કોઈ પણ નિર્ણય સામે અદાલતમાં જઇ શકે અને ન્યાય મેળવી શકે એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત જે એને જ કાયદાનું શાસન કહેવાય અને તે ભારતના બંધારણમાં સ્વીકાર કરવામાં આવેલો સિદ્ધાર્થ છે આ સિદ્ધાંતને આ કાયદામાં કચરાપેટીમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

 

 

 

કાયદા માં સુધારો કરીને સંગ્રહખોરી ની સત્તાવાર છૂટ અપાઈ

પ્રોફેસર હેમંતકુમાર શાહ એ જણાવ્યું કે ૧૯૫૫ માં આવશ્યક ચીજવસ્તુ ધારો ઘડવામાં આવ્યો હતો વખતોવખત એમાં સુધારા કરવામાં આવ્યા અને કેન્દ્ર સરકારે મર્યાદાઓ લઈ લીધી છે જેથી સંગ્રહની મર્યાદા લાદવી કે નહીં એ હવે કેન્દ્ર સરકાર નક્કી કરશે એટલે કે અનાજ કઠોળ. તેલીબીયા. અને તેમનો સંગ્રહ કોઇપણ વેપારી કે કંપની ગમે તેટલું કરી શકશે વેપારીઓ કે કંપનીઓ સંગ્રહ કરશે તો તેઓ ઇચ્છે ત્યારે ભાવને રમાડશે અને વેપારીઓ અને કંપનીઓને ગમે તેટલી સંગ્રહખોરી કરવાની છૂટ આપીને સરકારે ખેડૂતોને તેમના ઉત્પાદનના ભાવ ઓછા મળે એવી વ્યવસ્થા મજબૂત બનાવી છે ગ્રાહકોને પણ તેમની જ દયા પર છોડી દેવામાં આવ્યા છે આમાં ગ્રાહકો અને ખેડૂતો બંનેનો મરો છે એમ તેમને આકરા સવાલો કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application