દેશમાં GSTથી થનારી મહેસૂલી આવક (GST Collection)મા વાર્ષિક આધારે મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે. ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો ભારતમાં GST કલેક્શનનો આંકડો 1.60 લાખ કરોડને આંબી ગયો હતો. જે એક વર્ષ પહેલાની તુલનાએ 11 ટકા વધુ છે. મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ GST કલેક્શન વિશે માહિતી આપતાં આ જાણકારી આપી છે. સરકારી આંકડામાંથી મળેલી માહિતી અનુસાર સરકારે ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં GST કલેક્શન મારફતે 1.44 લાખ કરોડ રૂપિયા (17.41 અબજ ડૉલર)ની આવક કરી હતી. મલ્હોત્રાએ કહ્યું કે, જૂન ત્રિ-માસિકમાં જીડીપીનો વૃદ્ધિ દર 7.8 ટકા હતો અને સાંકેતિક રીતે તેમાં 8 ટકાની વૃદ્ધિ થઈ હતી. જૂન ત્રિ-માસિક દરમિયાન મહેસૂલી આવકમાં 11 ટકાથી વધુની વૃદ્ધિ થઈ હતી. આ ટેક્સ-જીડીપીના પ્રમાણ 1.33થી વધુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application