Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉત્તરપ્રદેશ સરકારે ધાર્મિક સ્થળોથી 500 મીટરની હદમાં માંસનાં વેચાણ પર પ્રતિબંધ મૂકવાના કડક આદેશો જારી કર્યા

  • March 30, 2025 

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ઉત્તરપ્રદેશ સરકારે ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરવા અને ધાર્મિક સ્થળોથી 500 મીટરની હદમાં માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવાના કડક આદેશો જારી કર્યા છે. શહેરી વિકાસ વિભાગના મુખ્ય સચિવ અમૃત અભિજાતે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને તાત્કાલિક કતલખાનાઓ બંધ કરાવવા અને ધાર્મિક સ્થળોની નજીક માંસના વેચાણ પર પ્રતિબંધ લાગુ કરવાનો સુચના આપી છે.


અગાઉ વર્ષ 2014 અને 2017માં જારી કરાયેલા આદેશોને ટાંકીને યોગી સરકારે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, ધાર્મિક સ્થળોની નજીક ગેરકાયદેસર પશુ કતલ અને માંસના વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવશે. યોગીના આ નિર્ણયનું પાલન કરાવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં જિલ્લા સ્તરની સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં પોલીસ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પશુપાલન વિભાગ, પરિવહન વિભાગ, શ્રમ વિભાગ, આરોગ્ય વિભાગ અને ખાદ્ય સુરક્ષા વહીવટના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે. તારીખ 6 એપ્રિલ 2025ના રોજ રામનવમીના દિવસે આ પ્રતિબંધ લાગુ થશે. આ દિવસે પશુ કતલ અને માંસનું વેચાણ બિલકુલ બંધ રહેશે. ઉત્તરપ્રદેશ નગર નિગમ અધિનિયમ 1956 અને ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2006 તથા 2011 ના બંધારણ હેઠળ યોગી સરકારે અધિકારીઓને નિયમનું ઉલ્લંધન કરનારને કડક સજા કરવાનો નિર્દેશ આપ્યો છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application