Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં મચ્છરજન રોગચાળો અટકાવવા માટે આરોગ્ય શાખા દ્વારા કડક કામગીરી હાથ ધરાઈ

  • August 14, 2023 

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં મચ્છરજન રોગચાળો અટકાવવા માટે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા કડક સાથે કામ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે નોટિસ છતાં કામગીરી નહીં કરનાર બાંધકામ સાઈટને ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટ કરવામાં આવ્યો છે તેમજ મચ્છરોનું ઉત્પતિ સ્થાન બનેલી વધુ સાત જેટલી બાંધકામ સાઈટને નોટિસ ફટકારીને તાત્કાલિક કામગીરી કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો હતો. ગાંધીનગર શહેર તેમજ નવા ઉમેરાયેલા વિસ્તારોમાં ડેન્ગ્યુ મેલેરિયા જેવા દર્દીઓનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે અને મચ્છરજન્ય આ રોગચાળો વધુ વકરે તે માટે કોર્પોરેશનની આરોગ્ય શાખા હરકતમાં આવી ગઈ છે.



છેલ્લા થોડા દિવસોથી શહેર અને ન્યુ ગાંધીનગરમાં મચ્છરોનું ઉત્પત્તિ સ્થાન બનેલી બાંધકામ સાઈટ સામે કડક સાથે કામગીરી કરવામાં આવી રહી છે અને નોટિસો ફટકારી તાકીદે પગલા ભરવા સૂચના આપવામાં આવી રહી છે. ત્યારે આજે આરોગ્ય શાખા દ્વારા સરગાસણ-કુડાસન, રાયસણ, રાંદેસણ, વાવોલ તેમજ સેક્ટર ૬, ૪, ૭, ૮ વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં સરગાસન વિસ્તારમાં આવેલી બાંધકામ સાઈટ સ્વરા ક્રિસ્ટલને અગાઉ ૩ નોટિસ આપવા છતાં કાર્યવાહી ના કરવા બદલ ૧૦ હજારનો  દંડ ફટકારવામાં આવ્યો હતો.



આ ઉપરાંત કુડાસણ વિસ્તારમાં આવેલી વાછાણી હોસ્પિટલ બાંધકામ સાઈટ, પ્રમુખ એવન્યું, અસ્વમેઘ લાઈફ સ્ટાઈલ, શ્યામ હાઇટ, શિવાલય સદભાવના, રોઝ વિલા રાઈસ, સર્ણમ સ્કાય, સિડની લાઈફ સ્ટાઈલને સાઇટને મચ્છર ઉત્પતિસ્થાનો માટે નોટીસ ફટકારવામાં આવી હતી. એટલું જ નહીં જો કામગીરી કરીને મચ્છરોની ઉત્પત્તિ રોકવામાં નહીં આવે તો ભવિષ્યમાં દંડ કરવાની ચેતવણી આપવામાં આવી હતી. તો કોર્પોરેશન વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ જ્યાં પાણી ભરાઈ રહે છે તેવા વિસ્તારો ચકાસવામાં આવ્યા હતા અને ત્યાં પોરનાશક કામગીરી પણ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application