Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લાની સરહદે મહારાષ્ટ્ર તાપી અને નવસારી ચેકપોસ્ટ પર સ્થાનિક પોલીસ અને CRPFનાં જવાનો દ્વારા કડક ચેકિંગ હાથ ધરાયું

  • November 28, 2022 

રાજ્યમાં વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનાં મતદાન માટે ગણતરીનાં દિવસો જ બાકી છે. તેવામાં રાજ્યનાં છેવાડે આવેલ એકમાત્ર 173 ડાંગ વિધાનસભાની બેઠક પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવા માટે ડાંગ જિલ્લા પોલીસ વડાનાં માર્ગદર્શન હેઠળ CRPFનાં સુરક્ષા કર્મીઓની ટીમો તથા સ્થાનિક પોલીસનાં જવાનોની ટીમોને રાત દિવસ ખડેપગે તૈનાત કરાયા છે. ડાંગ 173 વિધાનસભાનો મત વિસ્તાર મહારાષ્ટ્ર રાજય, તાપી જિલ્લો અને નવસારી જિલ્લાને જોડતો હોય જેથી જિલ્લાનાં ગામડાઓમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવા માટે CRPFનાં જવાનો તથા સ્થાનિક પોલીસનાં જવાનોની ટીમો બનાવી સાપુતારા પોલીસ મથક, આહવા પોલીસ મથક સુબિર પોલીસ મથક અને વઘઇ પોલીસ મથક હદ વિસ્તારમાં દિવસ રાત સઘન પેટ્રોલીંગ હાથ ધર્યુ છે.




ડાંગ જિલ્લાની સરહદીય ચેકપોસ્ટમાં સાપુતારા ચેકપોસ્ટ, કાંચનઘાટ ચેકપોસ્ટ, માંળુગા ચેકપોસ્ટ, બરડા ચેકપોસ્ટ, ચીંચલી ચેકપોસ્ટ, ઝાકરાઈબારી ચેકપોસ્ટ અને સિંગાણા ચેકપોસ્ટ ખાતે પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા માટે પોલીસ અને CRPFનાં જવાનો દ્વારા દરેક વાહનોનું ચેકીંગ હાથ ધર્યુ હતુ. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં આચારસંહીતાનું ચુસ્તપણે પાલન થાય તથા શાંતિ ન ડહોળાય તે માટે પણ ડાંગ પોલીસ વિભાગ દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધરી સરાહનીય કામગીરી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application