ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાનો મામલો કોંગ્રેસમાં સામે આવ્યો છે ત્યારે આ મામલે કોંગ્રેસ કડડ કાર્યવાહી કરશે તેમ પ્રદેશ પ્રમુખે કહ્યું છે. કોંગ્રેસના રઘુ દેસાઈએ રાષ્ટ્રીય અધ્યક્ષને પત્ર લખીને જગદીશ ઠાકોરને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. જેની સામે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે વળતો પ્રહાર કર્યો છે.
વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતની હાર બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનો વિરોધ શરૂ થઈ ગયો છે. પ્રદેશ પ્રભારીએ હાર બાદ આ પહેલા જ રાજીનામું આપી દીધું છે ત્યારે જગદિશ ઠાકોરના વિરોધ મામલે જગદિશ ઠાકોરે કડકાઈ સાથે કાર્યવાહી કરવા માટે બાંહેધરી આપી છે.
આ બાબતે વધુ સ્પષ્ટતા કરતા પ્રદેશ પ્રમુખે કહ્યું કે, શિસ્ત સમિતીની પત્રો મળી રહ્યા છે આગામી બે દિવસમાં આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, પાર્ટી વિરુદ્ધ કામ કરનારા કાર્યકરો સામે કાર્યવાહી કરવામાં આવશે. આવા તમામ ઉમેદવાર-કાર્યકરોને શોધીને આગામી દિવસોમાં નોટિસ મોકલવામાં આવશે. એટલું જ નહીં કેટલાક ઉમેદવારો અને કાર્યકરોને પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવશે. તેમ તેમણે કહ્યું હતું.
સાથે ભાર પૂર્વક જણાવતા કહ્યુ કે, આગામી દિવસોમાં આવા તમામ ઉમેદવારો-કાર્યકર્તાઓને શોધી કાઢીને નોટિસ પાઠવવામાં આવશે. તેટલું જ નહીં, પાર્ટી દ્વારા અમુક ઉમેદવાર અને કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરીશું.ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હાર્યા પછી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સામે વિરોધ આજે પત્રરુપી પણ સામે આવ્યો હતો. ત્યારે કોંગ્રેસના રઘુ દેસાઈએ રાષ્ટ્રીય અધ્યક્ષને જગદીશ ઠાકોરને સસ્પેન્ડ કરવાની માંગ સાથે કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ ખડગેને પત્ર લખ્યો હતો. તેના પર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે વળતો જવાબ આપ્યો હતા.
જગદીશ ઠાકોરે આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યુ છે કે, પક્ષની વિરુદ્ધમાં કામ કરનારા કાર્યકર્તાઓ સામે પગલાં લેવામાં આવશે. ખાસ કરીને ગુજરાતમાં કોંગ્રેસને આ વખતે કારમી હાર મળી છે ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ કેટલાક આક્ષેપ પ્રદેશ પ્રમુખને લઈને કરતા સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500