સુરતમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. જેમાં 4 વર્ષના બાળક પર શ્વાનને હુમલો કર્યો છે. પાંડેસરા સ્થિત સત્યનારાયણ નગરમાં આ બનાવ બન્યો છે. તેમાં ઘરની બહાર રમતા બાળકને બચકા ભર્યા હતા. જેમાં બાળકને પેટ અને પગના ભાગે ઈજા થઇ છે.
સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે. તેમાં 4 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો,સન્ની તિવારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. થોડા મહિના અગાઉ જ શહેરના અલગ અલગ વિસ્તારમાં ઘર પાસે રમી રહેલા બે બાળકોના શ્વાનના હુમલાથી મોત નિપજ્યા હતા. જ્યારે સુરત મહાનગરપાલિકાની રસીકરણ ખસીકરણ કામગીરીના દાવા સામે શહેરમાં રખડતા શ્વાનના હુમલાઓની ઘટનાઓ અનેકો વખત સામે આવતી હોય છે.
વધુ એક ઘટના સુરતના ભટાર વિસ્તારમાં બની હતી. ગોકુળ નગરમાં રહેતા પ્રફુલ નિમરેનો 3 વર્ષનો પુત્ર પ્રિન્સ ઘર પાસે રમી રહ્યા હતો. અચાનક શ્વાને હુમલો કરતા બાળકને આંખ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાળકને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઉલ્લેખનીય છે કે બાળકો પર શ્વાનના હુમલાની આ પહેલી ઘટના નથી. શહેરમાં રોજના 40થી વધુ લોકો શ્વાનના હુમલાના શિકાર બની રહ્યા છે. બીજી બાજુ સુરત મહાનગરપાલિકા રસીકરણ ખસીકરણ કામગીરીના મોટા દાવા કરતી હોય છે. ત્યારે દાવા વચ્ચે નાના બાળકો સહિત લોકો શ્વાનના હુમલાનો ભોગ બની રહ્યા છે. આ શ્વાનના આતંકથી શહેરીજનોને ક્યારેય મુક્તિ મળશે લોકો ચિંતા કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500