Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદથી જળબંબાકાર : વાપીમાં ત્રણ ઇંચ વરસાદ, ઉમરગામ બે ઇંચથી વધુ

  • September 07, 2021 

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આજે મેઘરાજાએ તેના અસલ મિજાજનો પરચો બતાવ્યો હતો. એકાએક રોદ્ર સ્વરૂપ ધારણ કરી વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર તુટી પડ્યો હતો. અને ગણતરીના ચાર કલાકમાં ચાર ઈંચ જેટલો વરસાદ પડવાને કારણે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં તેમજ ગરનાળાઓમાં પાણી ફરી વળ્યા હતા. તો રોડ રસ્તાઓ ઉપર રીતસર નદીઓ વહેવા લાગી હતી.

 

 

 

 

કેટલાક વિસ્તારોમાં રોડ રસ્તાઓ ઉપર મોપેટ અને બાઈકના વ્હિલ ડુબી જાય તેટલા પાણી ભરાવાને કારણે ભારે ટ્રાફિક જામ સજાર્યો હતો. વાહન ચાલકોએ દિવસમાં પણ હેડલાઈટ ચાલુ રાખવી પડી હતી. ભારે વરસાદ અને ઠેર ઠેર રસ્તાઓ ઉપર પાણી ભરાવાને કારણે લોકોનુ જનજીવન ઠપ્પ બન્યુ હતું. આ ઉપરાંત વલસાડ અને નવસારીમાં પણ ભારે વરસાદ વરસ્યો હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.

 

 

 

 

 

દક્ષિણ ગુજરાતમાં ચાલુ સપ્તાહમાં ભારે વરસાદની આગાહી વચ્ચે પાંચ જિલ્લામાં ઝાપટા થી લઈને ચાર ઇંચથી વધુ વરસાદ વરસતા સર્વત્ર રાહતની લાગણી પ્રસરી છે.

 

 

 

 


હવામાન વિભાગની આગાહી વચ્ચે મંગળવારે બપોરે એકાએક મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરી વીજળીના કડાકા ભડાકા સાથે મૂશળધાર વરસાદ તુટી પડ્યો હતો. ગણતરીના ચાર કલાકમાં ચાર ઈંચ જેટલો ભારે વરસાદ પડ઼વાને કારણે શહેરમાં ચોમેર પાણી પાણી ભરાયું હતું. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. રોડ ઉપર રીતસરની નદીઓ વહેવા લાગી હતી.

 

 

 

 

બાઈક અને મોપેટના આગળનું વ્હીલ ડુબી જાય તેટલુ રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા. બપોરના લોકોનું જનજીવન થપ્પ થઈ ગયું હતુ. વાહન ચાલકોએ દિવસમાં પણ હેડલાઈટ ચાલુ રાખીને વાહન ચલાવાની નોબત આવી હતી. સુરત સીટીની સાથે જિલ્લામાં પણ બારડોલી, ચોર્યાસી, કામરેજ, મહુવા, ઓલપાડ, અને પલસાણામાં મેઘરાજાએ તેની ધુઆધાર બેટીંગ કરી બેથી લઈને પોણા ચાર ઈંચ વરસાદનું પાણી ઝીંકાયુ હતું.

 

 

 

 

સુરત સીટીના સાથે જિલ્લામાં પણ મેઘરાજાએ ધુઆધાર બેટીંગ કરી હતી. અને માડંવી અને માંગરોળ તાલુકાને બાદ કરી બાકીના તાલુકામાં બેથી લઈને પોણા ચાર ઈંચ સુધીનો વરસાદ ઝીંકાયો હતો. મંગળવારે પડેલા ભારે વરસાદને કારણે વરસાદ ખેચાઈ જવાને કારણે ચિંતામાં મુકાયેલા ખેડુતોમાં ખુશીની લાગણી જાવા મળી હતી.

 

 

 

 

 

 

હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આપવામાં આવેલી ભારે વરસાદની આગાહી યથાર્થ ઠરી છે. આજે સવારેથી આકાશમાં કાળા દિંબાગ વાદળો ઘેરાયેલા હતા અને વરસામય વાતાવરણ સજાર્યો હતો. સવારે છુટોછવાયો વરસાદ પડ્યા બાદ થોડો સમય વિરામ લીધો હતો જેના કારણે ગરમી, ઉકળાટ બફારાથી લોકો અકળાયા હતા. પરંતુ ત્યારબાદ એકાએક બપોરના બે વાગ્યાથી મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કયું હોય તેમ ગાજવીજ તેમજ ભારે પવન સુથા ધોધમાર વરસાદ પડવાની શરુઆત કરી હતી. અને ગણતરીના કલાકોમાં શહેરને ચારેબાજુ પાણીથી તરબતર કરી નાંખ્યું હતું.

 

 

 

 

સુરત સીટીની વાત કરીએ તો બેથી ચારમાં ૫૭ મી.મી એટલે બે ઈંચ અને ચારથી છમાં વધુ ૩૬ એટલે દોઢ ઈંચ મળી ચાર કલાકમાં ચાર ઈંચ જેટલો ભારે વરસાદ પડવાને કારણે શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં અને ગરનાળા પાણી ભરાયા હતા. તો રોડ ઉપર રીતસર ની નદીઓ વહેવા લાગી હતી. એકાએક ધોધમા્ર વરસાદ પડવાને કારણે લોકો વરસાદથી બચવા માટે ભાગતા નજરે પડ્યા હતા. ઠેરઠેર પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામ પણ થયો હતો. લોકોનું જન જીવન બપોરે સ્થગિત થઈ ગયું હતુ.

 

 

 

 

જોકે ત્યારબાદ મેઘરાજાએ થોડો ઉઘાડ લેતા રાહત અનુભવી હતી પરંતુ બે ત્રણ કલાક બાદ ફરીથી મેઘરાજા એકશનમાં આવી વરસવાની શરુઆત કરી હતી. સુરત સીટીની સાથે જિલ્લામાં પણ વરસાદ ભારે ધબધબાટી બોલાવી હતી જેમાં પલસાણામાં ગણતરીના કલાકોમાં ૮૩ મી.મી એટલે પોણા ચાર ઈંચ વરસાદ પડવાને કારણે પલસાણામાં અનેક જગ્યા્એ પાણી ભરાયા હતા.

 

 

 

 

જિલ્લા કલેકટર કચેરીના ફ્લડ કંટ્રોલમાંથી મળતી વિગત મુજબ બારડોલીમાં ૩૩, ચોર્યાસીમાં ૪૩, કામરેજમાં ૫૯, મહુવામાં ૨૭, માંડવીમાં ૨૭, માંગરોળમાં ૭, ઓલપાડમાં ૩૬, પલસાણામાં ૮૩, સુરત સીટીમાં ૯૩ અને ઉમરપાડામાં ૪૪ મી.મી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત નવસારી જિલ્લામાં ગણદેવીમાં દોઢ ઇંચ. જલાલપુર અને નવસારીમાં બબ્બે ઇંચ આ સિવાય અન્ય તાલુકામાં હળવા ઝાપટા વરસ્યા હતા વલસાડ જિલ્લાની વાત કરવામાં આવે તો ઉમરગામ બે ઇંચથી વધુ વાપીમાં ત્રણ ઇંચ. વલસાડમાં દોઢ ઇંચ. તે પારડીમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો. 

 

 

 

 

 

રાત્રે ૮ વાગે ઉકાઈ ડેમની સપાટી ૩૩૩.૩૬ ફૂટ નોંધાઇ

તાપી નદી ઉપર આવેલા ઉકાઈ ડેમ ના કેચમેન્ટ વિસ્તાર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વરસાદ વરસતા ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે અને સપાટી પણ સડસડાટ વધી રહી છે રાત્રે ૮ વાગે ઉકાઈ ડેમની સપાટી ૩૩૩.૩૬ ફૂટ નોંધાઇ છે ઉકાઈ ડેમમાં ૬૩,૯૭૦ ક્યુસેક પાણીની આવક અને ડેમમાંથી હાઇડ્રો યુનિટ ચલાવવા માટે ૬,૧૯૧ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ઉકાઈ ડેમનુ રૂલ લેવલ ૩૪૦ .૦૦ ફૂટ નક્કી કરવામાં આવ્યું છે.

 

 

 

 

 

ઝોન પ્રમાણે વરસાદ

સુરત મહાનગરપાલિકાના ફ્લડ કંટ્રોલમાંથી મળતી વિગત મુજબ આજે બપોરે પડેલા ભારે વરસાદમાં સેન્ટ્રલ ઝોનમાં ૯૩, વરાછા-ઍમાં ૮૯, વરાછા-બીમાં ૭૨, રાંદેરમાં ૭૭, કતારગામમાં ૯૫, ઉધનામાં ૭૯, , લિંબાયતમાં ૬૬ અને અઠવા ઝોનમાં ૭૮ મી.મી વરસાદ પડ્યો હતો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application