Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આવકવેરા વિભાગનો સ્ટેનોગ્રાફર લાંચ લેતા ઝડપાયો

  • May 02, 2023 

એસીબીએ ટ્રેપ ગોઠવી સ્ટેનોગ્રાફરને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે, રૂ.2500ની લાંચ લેતા સ્ટેનોગ્રાફર ઝડપાયો છે. તેમાં ITની અડાજણમાં આવેલી ઓફિસમાં લાંચ લેતા ઝડપાયો છે. ભૂલથી TDS તરીકે ભરાયેલી રકમ પરત મેળવવા લાંચ માગી હતી.રકમ પરત મેળવવા ઓનલાઇન અરજી બાદ લાંચ માંગી હતી. જેમાં આવકવેરા વિભાગનો સ્ટેનોગ્રાફર લાંચ લેતા ઝડપાયો હતો. તથા 2500 રૂપિયાની લાંચ લેતા તેજવીર ગેંદાસીંગ નામનો સ્ટેનોગ્રાફર ઝડપાયો હતો. તથા ઇન્કમટેક્સની અડાજણ ખાતે આવેલી ઓફિસમાંથી જ લાંચ લેતા ઝડપાયો છે. જેમાં ભૂલથી વધુ રકમ ટીડીએસ તરીકે ભરાઈ ગઈ હતી. તથા રકમ પરત મેળવવા ઓનલાઇન અરજી બાદ લાંચ માંગી હતી.


એસીબીએ ટ્રેપ ગોઠવી સ્ટેનોગ્રાફરને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. એસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતમાં ટીડીએસ ભરવાની કામગીરી કરતા ટેક્સ કન્સલ્ટન્ટે તેમના એક ક્લાયન્ટનું ટીડીએસ ભર્યું હતું. જોકે, તેમાં ભૂલથી કાયદેસરની રકમ કરતા રૂ.17,750 નું વધુ ટીડીએસ ભરાયું હતું. આથી તે રકમ પરત મેળવવા માટે તેમણે જરૂરી ફોર્મ ભરી ઓનલાઈન અરજી ગત 5 એપ્રિલના રોજ કરી હતી. આ અરજીને આગળ ધપાવવા માટે છેલ્લા સાત વર્ષથી આયકર વિભાગમાં નોકરી કરતા અને હાલ અડાજણ સ્થિત આયકર ભવનમાં રૂ.63 હજારના પગારથી ફરજ બજાવતા સ્ટેનો તેજવીર ગેંદા સીંગે રૂ.5 હજારની લાંચની માંગણી કરી હતી. જોકે, રકઝક બાદ તે રૂ.2500 લેવા તૈયાર થયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application