Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતમાં લીકર પરમિટ હોલ્ડરની સંખ્યામાં સતત વધારો, અમદાવાદમાં સૌથી વધુ 13,456 પરમિટ હોલ્ડર

  • March 03, 2024 

એક લાંબા સમયથી ડ્રાય સ્ટેટનો દરજ્જો ધરાવનાર ગુજરાતમાં લીકર પરમિટ હોલ્ડરની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. અહીં ત્રણ વર્ષમાં સ્વાસ્થ્યના આધાર પર લીકર પરમિટ હોલ્ડરની સંખ્યામાં 58 ટકાનો વધારો થયો છે.  રાજ્યના નશાબંધી વિભાગના આંકડા અનુસાર નવેમ્બર 2020 માં 27,452 પરમિટ હોલ્ડરના મુકાબલે હવે ગુજરાતમાં 43,470 પરમિટ હોલ્ડર છે. સૂત્રોના અનુસાર નવી પરમિટ અરજીઓ પર ઝડપથી કાર્યવાહી કરવામાં આવી રહી ચે, જેથી રાજ્યમાં દારૂની દુકાનોનું વેચાણ વધ્યું છે. આંકડા પરથી ખબર પડે છે કે અમદાવાદમાં સૌથી વધુ 13,456 પરમિટ હોલ્ડર છે.


ત્યારબાદ સુરતમાં 9,238, રાજકોટમાં 4,502 વડોદરામાં 2,743, જામનગરમાં 2,039 અને ગાંધીનગરમાં 1,851 પરમિટ ધારકો છે. એંઝાઇટી, હાઇપર ટેંશન અને ઉંઘ ન આવવાની ઘટનાઓના કારણે 40 વર્ષથી વધુ ઉંમરના લોકો દારૂની સ્વાસ્થ પરમિટ માટે અરજી કરી રહ્યા છે. રાજ્યના નશાબંધી વિભાગ અને એક્સાઇઝ ડિપાર્ટમેંટ પણ દારૂની પરમિટની અરજીઓને મંજૂરી આપી રહી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, જો કે, કેટલાક કિસ્સાઓમાં પરમિટ ધારકના મૃત્યુ પછી પરમિટ આપોઆપ રદ થઈ જાય છે. જ્યારે ગુજરાતમાં 2023માં દારૂના કુલ વેચાણમાં ગયા વર્ષની સરખામણીમાં ઓછામાં ઓછો 20 ટકાનો વધારો થયો છે.


અહીં દારૂનું વેચાણ વધવાનું મુખ્ય કારણ વિઝિટર પરમિટ પણ છે. આ વખતે વિઝિટર પરમિટમાં 30 ટકાનો વધારો થયો છે. વાસ્તવમાં, વર્લ્ડ કપ અને G20 કાર્યક્રમોને કારણે મુલાકાતીઓની પરમિટમાં વધારો થયો છે. તો બીજી તરફ એક હોટલ વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિએ જણાવ્યું હતું કે રાજ્યમાં વ્હાઇટ રમની માંગ પણ વધી છે, કારણ કે ટ્રાવેલ કરનાર લોકો મોટાભાગે પસંદ કરે છે. એક અન્ય હોટલ વ્યવસાયીએ જણાવ્યું હતું કે વધુ માંગના લીધે સિંગલ મોલ્ત અને વાઇન સહિત ઇંપોર્ટેડ દારૂની અમારી ખરીદી એક વર્ષમાં ઓછામાં ઓછી 40 ટકા વધી ગઇ છે. તમને જણાવી દઇએ કે ગુજરાતમાં હાલમાં લગભગ 77 હોટલો પાસે દારૂની પરમિટની દુકાનો છે, જ્યારે નવી દારૂની દુકાનો 18 અરજીઓ પ્રોસેસમાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application