Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સ્ટેચ્યુ ઓફ યુનિટી : સરદાર સાહેબની વિરાટ પ્રતિમાને નિહાળી અભિભૂત થતા તમિલ અતિથિઓ

  • April 30, 2023 

સમગ્ર ભારતને એકતાંતણે જોડનાર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાનિધ્યમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમ થકી તમિલ અતિથિઓ એકતાનગરના આંગણે પધાર્યા હતા. ત્યારે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ઓથોરિટીના મુખ્ય કારોબારી અધિકારીશ્રી ઉદિત અગ્રવાલની નિગારનીમાં સ્વાગત આવકાર માટે લાયઝનિંગ અધિકારી દ્વારા સુનિશ્ચિત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તમિલ બાંધવો એકતાનગર ખાતે સરદાર સાહેબની પ્રતિમાની ભવ્યતા જોઈને મંત્રમુગ્ધ થયા હતા અને SOU પરિસરમાં જ "સરદાર સાહેબ સાથે સેલ્ફી" લઈને ધન્યતા અનુભવી હતી.


સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રાસંગીક, ઐતિહાસિક અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ કાર્યની ઝીણવટપૂર્ણ માહિતી તસવીરી પ્રદર્શન દ્વારા નિહાળી હતી. ગાઈડમિત્રોએ તમિલ બાંધવોને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણકાર્યથી વાકેફ કર્યા હતા. તમિલ પ્રવાસીઓને વ્યુઇંગ ગેલેરી પરથી વિંદ્યાચલ-સાતપુડા ગિરિમાળાના પ્રાકૃતિક સૌંદર્યના અદભુત દર્શન કરાવ્યા હતા.



મૂળ ગુજરાતના સૌરાષ્ટ્રિયન તમિલ અતિથિઓની સરદાર સાહેબની પ્રતિમાના દર્શનનો લાભ સૌરાષ્ટ્ર-તમિલ સંગમ થકી મળ્યો છે. તેનો શ્રેય ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને જાય છે.  "સૌરાષ્ટ્ર-તમિલ સંગમ" માં બે રાજ્યોની કલા અને સંસ્કૃતિના આદાન-પ્રદાન થાય અને એકતાનો આ સંબંધો વધુ ગાઢ બને તેવા ઉમદા આશય સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પટાંગણમાં પધારેલા બાંધવોએ "ભારત માતા કી જય" ના નારા સાથે ખરેખર એકતાની ભાવનાને ઉજાગર કરી હતી. અહીં પધારેલા બાંધવો "એક ભારત, શ્રેષ્ઠ ભારત" નો સંદેશ આપી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application