ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા કોરોનાની ચપેટમાં આવ્યા હતા ત્યારબાદ વધુ એક મંત્રી ગણપત વસાવા પણ કોરોના સંક્રમિત થયા હતાં.
રાજ્યના આદિજાતી મંત્રી ગણપત વસાવાનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેમને સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેમની પત્ની પણ સંક્રમિત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ મંત્રી ગણપતસિંહ વસાવાએ ટ્વીટર પર આ વાતની જાણકારી આપી હતી કે, કોરોનાના સામાન્ય લક્ષણ જણાતા ટેસ્ટ કરાવ્યો હતો જેમાં મારો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. ડોક્ટરની સલાહથી પોતે સારવાર હેઠળ હોવાનું જણાવ્યું અને જેઓ મારા સંપર્કમાં આવ્યા હોય તેમને કાળજી લેવા જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500