Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ખાતે અદ્યતન કમિટી હૉલનું વન પર્યાવરણ મંત્રીના હસ્તે અનાવરણ

  • March 02, 2024 

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ગાંધીનગર ખાતે તૈયાર કરવામાં આવેલા અદ્યતન કમિટી હૉલનું વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હસ્તકની તમામ પ્રાદેશિક કચેરીઓની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના અધિકારીશ્રીઓ દ્વારા બોર્ડની વિશેષ કામગીરી અંગે મંત્રીઓને અવગત કરવા કરવામાં આવ્યા હતા અને તમામ પ્રાદેશિક કચેરીના કાર્યક્ષેત્ર અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીઓ દ્વારા અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ આર.બી.બારડ, સભ્ય સચિવ ડી.એમ.ઠાકર સહિત પ્રાદેશિક કચેરીના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News