મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાના ટીચકપુરા ગામ ખાતે આવેલ મીંઢોળા નદીના કિનારે આવેલ વ્યારા સુગરના ખંડેર મકાન પાસે મહારાષ્ટ્રથી વિદેશી દારૂ લાવી કાર્ટિંગ કરનાર એક પોલીસ રેઈડમાં ઝડપાઈ ગયો હતો, જયારે ત્રણ ઈસમોને આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાત ગાંધીનગરની ટીમે તાપી જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, પ્રોહિબીશન લીસ્ટેડ બુટલેગર મુન્નો (રહે.ટીચકપુરા ગામ, તા.વ્યારા, જિલ્લો.તાપી)નાઓ અલગ અલગ ફોર વ્હીલ વાહનોમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મહારાષ્ટ્રથી ગુજરાત રાજ્યમાં તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ટીચકપુરા ગામ ખાતે આવેલ મીંઢોળા નદીના કિનારે આવેલ વ્યારા સુગરની જમીનના છેડા ઉપર આવેલ સુગરના ખંડેર મકાન પાસે વિદેશી દારૂનો જથ્થો લાવી દારૂનું કાર્ટિંગ કરનાર છે.
જે બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ આજુબાજુમાં છૂટાછવાયા વોચમાં ગોઠવેલા હતા. તે દરમિયાન એક કાળા કલરની કિયા સેલ્ટોસ કાર આવીને ઊભી રહેલ અને થોડીવાર પછી એક સફેદ કલરની મારુતિ સ્વીફ્ટ કાર તથા એક સફેદ કલરની ફોર્ડ ઈકો સ્પોર્ટ કાર આવીને કિયા કાર પાસે ઊભી રહી હતી અને ત્રણેય કારમાંથી ડ્રાઇવિંગ સીટ ઉપરથી ત્રણ ઈસમો નીચે ઉતર્યા હતા અને કિયા સેલ્ટોસ કારની પાછળની ડીકી તથા વચ્ચે બેસવાની બેઠક સીટ તથા ચાલકની બાજુની સીટ ઉપરથી પૂંઠાના વિદેશી દારૂના બોક્ષ સ્વીફ્ટ કાર્ડ તથા ઇકો સ્પોર્ટ કારમાં મુકવાનું ચાલુ કર્યું હતું તે સમયે પોલીસ સ્ટાફના માણસોએ સ્થળ જઈ રેઈડ કરતા મારુતિ સ્વિફ્ટ કાર તથા ફોર્ડ ઈકો સ્પોર્ટ કારના ચાલક ઝાડી ઝાંખરાનો લાભ લઈ રેઈડ વાળી જગ્યાએથી ભાગી છૂટવામાં સફળ થયા હતા.
જ્યારે કિયા સેલ્ટોસ કારના ચાલક સ્થળ ઉપર પકડાઈ ગયો હતો જેથી પકડાયેલ ઈસમનું નામ પૂછતા તેને પોતાનું નામ મનીષ રમણભાઈ ગામીત (રહે. તાડકુવા ગામ, નિશાળ ફળિયું, તા.વ્યારા)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે સ્થળ ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી કુલ 1595 બોટલ જેની કિંમત રૂપિયા 2,70,320/- તથા ત્રણ કાળ અને એક નંગ મોબાઈલ તેમજ ડુબલીકેટ રજીસ્ટ્રેશન નંબર પ્લેટ મળી કુલ રૂપિયા 23,75,320/-નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ ઈસમ મનીષ ગામીત વિરુદ્ધ ગુનોદાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, સ્થળ ઉપરથી ભાગી છુટેલ મુન્નાભાઈ (રહે.ટીચકપુરા ગામ, વ્યારા), વિપુલ ગામીત અને રાહુલ ગામીત (બંને રહે.નાના તારપાડા ગામ, તા.સોનગઢ) નાઓને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500