રાજ્યના યુવાનોમા રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના ભાગરૂપે રાજ્ય સરકારના રમતગમત વિભાગ દ્વારા વર્ષભર અનેકવિધ પ્રતીયોગીતાઓનુ આયોજન કરવામા આવે છે. જે મુજબ સને ૨૦૨૦/૨૧ દરમિયાન યોજાયેલા "કલામહાકુંભ"મા ડાંગ જિલ્લાની યુવતી કુ.જીજ્ઞાસા પરમારે "લગ્નગીત"ની સ્પર્ધામા રાજ્ય કક્ષાએ બીજો ક્રમ પ્રાપ્ત કરીને, ડાંગ જિલ્લાને અનોખુ ગૌરવ પ્રદાન કર્યું છે.
"મોરના ઈંડાને ચીતરવા ન પડે" એ ઉક્તિને સાર્થક કરતા આહવાના લોકગાયક શ્રી ત્રિભોવનદાસ પરમારની દીકરી કુ.જીજ્ઞાસા પરમારે નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના "કલામહાકુંભ"ની સ્પર્ધામા ધમાકેદાર પરફોર્મન્સ રજુ કરીને પસંદગીકારો, સહકલાકારો, અને શ્રોતાઓનુ દિલ જીતી લીધુ હતુ. વારસા મા મળેલા ગીત, સંગીતના સંસ્કારો સાથે પોતાની પ્રતિભા અને ગાયકીને કેવડિયાના રંગમંચ ઉપર રજુ કરી જીજ્ઞાસા પરમારે સૌની ભરપુર વાહ વાહ મેળવી હતી.
શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રે આગળ વધી રહેલી આહવાની આ યુવતીએ ગત તા.૭મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ એકતા ઓડીટોરીયમ, કેવડીયા કોલોની ખાતે યોજાયેલી ૨૧ થી ૫૯ ની વયજૂથની "લગ્નગીત સ્પર્ધા" દરમિયાન જામનગર શહેરની શીતલ ગુસાઈને બરોબરની ટક્કર આપી હતી. પ્રથમ ક્રમાંકથી હાથવેંત છેટી રહેલી જીજ્ઞાસા પરમારે આ સ્પર્ધામા વલસાડના સંજય પટેલને માત આપીને બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. રાજ્ય કક્ષાની આ સ્પર્ધામા કુ.જીજ્ઞાસા પરમારને સહાયકો તરીકે કુ.પ્રીતિ પરમાર અને હર્ષદ ગાયકવાડે સાથ આપ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500