Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીનમાં ફેલાયેલ બીમારીનાં સતત વધતા કેસ જોઈ રાજ્ય સરકાર એલર્ટ : અધિકારીઓ અને હોસ્પિટલ તંત્રને બેડની સુવિધા, મેડિકલ-દવાઓના જથ્થાની ઉપલબ્ધતાની ખાતરી કરવાની સુચના અપાઈ

  • November 28, 2023 

કોરોના બાદ ચીન ફરી એકવખત રહસ્યમાય બિમારી સાથે ઝઝૂમી રહ્યું છે. આ અંગે WHOએ પણ ચેતવણી જાહેર કરી છે. આ રોગ મોટે ભાગે બાળકોને જ ટાર્ગેટ કરે છે. ચીનમાં સ્થિતિ એવી છે કે સરકારે ઘણી શાળાઓને બંધ કરવાનો આદેશ આપ્યો છે. ભારતમાં પણ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના જેવી માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપી હતી. એવામાં હવે કેન્દ્ર બાદ રાજ્ય સરકાર પણ એક્ટીવ થઇ છે.



ચીનમાં ફેલાયેલી બીમારીના સતત વધતા કેસ જોઈ રાજ્ય સરકાર પણ સતર્ક થઇ ગઈ છે. રાજ્ય સરકારે આ પરિસ્થિતિ આવે તે પહેલા જ બચવા એક માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય અધિકારીઓ અને હોસ્પિટલ તંત્ર માટે કેટલીક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. અધિકારીઓ અને હોસ્પિટલ તંત્રને બેડની સુવિધા, મેડિકલ-દવાઓના જથ્થાની ઉપલબ્ધતાની ખાતરી કરવાની સૂચના આપવામાં આવી છે. આજે ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ચીનમાં ફેલાતા નવા શ્વસન રોગના ખતરાને ધ્યાનમાં રાખીને અમે દેશના તમામ રાજ્યોમાં આરોગ્ય વ્યવસ્થા પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.



જોકે, સરકારે આ મામલે કોઈપણ પ્રકારની ચેતવણી જાહેર કરવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે અને કહ્યું છે કે હાલ દેશમાં એટલી ખરાબ સ્થિતિ સર્જાઈ નથી. એવું કહેવામાં આવ્યું છે કે, ગભરાવાની જરૂર નથી, પરંતુ કોવિડ-19ની જેમ આરોગ્ય સંબંધિત નિયમોનું પાલન અનિવાર્ય છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની હોસ્પિટલોને તૈયારી માટેના પગલાંની સલાહ આપવામાં આવી છે. તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ કોરોના સમયગાળા અનુસાર માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ.



માહિતી અનુસાર જે બાળકો આ રોગથી પીડાઈ રહ્યા છે તેમને શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ડબ્લ્યૂએચઓએ કહ્યું કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગના ચીનના અધિકારીઓએ તારીખ 12 નવેમ્બરે એક પત્રકાર પરિષદ સંબોધી હતી અને ચીનમાં શ્વાસ સંબંધિત આ રોગ વિશે માહિતી આપી હતી. આ રહસ્યમય રોગથી બીમાર બાળકોમાં કોઈ ચોક્કસ લક્ષણ તો નથી પરંતુ બાળકોના શરીરનું તાપમાન વધી જાય છે અને ફેફસાંમાં ગાંઠ બની જાય છે. હોસ્પિટલમાં ફરી બેડ ખૂટી પડવાની સ્થિતિ સર્જાઈ રહી છે. દર્દીઓએ સારવાર માટે 2-2 કલાક સુધી લાઈનમાં ઊભા રહેવું પડી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application