રાજ્ય સરકારનાં કર્મચારીઓ અને પેન્શનરોની દિવાળી સુધરશે. રાજ્ય સરકારનો કર્મચારીઓનાં હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ઓક્ટોબર માસનો પગાર દિવાળી પહેલા થઈ જશે. દર મહિનાની તા.1, 2 તારીખે પગાર થતો હોય છે. જે હવે આ વખતે 17, 18 અને19નાં રોજ કર્મચારીઓનાં ખાતામાં આવી જશે. આ નિર્ણયથી 6 લાખ કર્મચારીઓ સાથે 6 લાખ પેન્શનરોને પણ લાભ મળશે.
જોકે પગાર સિવાયનાં એલાઉન્સ પણ એડવાન્સમાં મળી જશે. રાજ્ય સરકારનાં આ નિર્ણયને લઇને કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતે સરકારે કર્મચારીઓની દિવાળી સુધારી દીધી હોય તેવું લાગી રહ્યું છે. દિવાળી પહેલા જ કર્મચારીઓનો પગાર થશે એ નિર્ણય બાદ કર્મચારીઓમાં ખુશી જોવા મળી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application