મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ અને કરવીર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પી.એન.પાટીલનું નિધન થયું છે. પ્રાથમિક માહિતી મુજબ પી.એન.પાટીલનું 23 મેની વહેલી સવારે એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પી.એન.પાટીલે 71 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા, બાથરૂમમાં લપસી જતાં છેલ્લા ચાર દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી. બાથરૂમમાં પગ લપસી જતાં તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ધારાસભ્ય પી.એન.પાટીલ તેમના જીવનભર ગાંધી પરિવારના વિશ્વાસુ તરીકે જાણીતા હતા.
પી.એન.પાટીલ ગયા રવિવારની સવારે બાથરૂમમાં લપસી જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. જે બાદમાં એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. જોકે 4 દિવસની સારવારને અંતે આજે તેમનું નિધન થયું છે. જિલ્લા કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ધારાસભ્ય પી.એન.પાટીલના પાર્થિવ દેહને તેમના વતન ગામ સડોલી ખાલસા ખાતે સવારે 11 વાગ્યે લઈ જવામાં આવશે. અંતિમ સંસ્કાર સડોલી ખાલસા ખાતે જ કરવામાં આવશે. કોંગ્રેસ નેતા પીએનપાટીલ રવિવારે સવારે લગભગ 8.30 વાગ્યે ઘરે બેભાન થઈ ગયા હતા.
આ પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને તેમનું MRI સ્કેન કરવામાં આવ્યું. આ પછી મગજમાં રક્તસ્ત્રાવ જોવા મળ્યો હતો. જેને લઈ તેમણે તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા અને તાત્કાલિક સર્જરી કરવામાં આવી. જોકે તેમના મગજમાં સોજો યથાવત હતો. તેથી તેમની હાલત સ્થિર હોવા છતાં તે ગંભીર હતા. કાર્યકરો તેમના લાંબા આયુષ્યની કામના કરી રહ્યા હતા. પરંતુ આજે તેમના નિધનના સમાચાર આવ્યા. મુંબઈના પ્રખ્યાત ન્યુરો સર્જન ડો.સુહાસબરાલેના માર્ગદર્શન હેઠળ તેમની સારવાર ચાલી રહી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500