મહુવા તાલુકાનાં કરચેલીયા ગામે આવેલી આઇટીઆઇની પાછળ જુગાર રમી રહેલા દસ જુગારીઓને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રંગે હાથ પકડી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ગુરુવારે રાત્રે સુરત ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, મહુવા પોલીસ મથક વિસ્તારના કરચેલીયા ગામની આઇટીઆઇ પાછળ ગૌચરની ખુલ્લી જગ્યામાં જીતેન્દ્ર ઉર્ફે લાલુ નગીન ઓડ તથા મહેન્દ્ર નગીન ઓડ ભેગા મળી વરલી મટકાના અંક પર જુગાર રમાડે છે. આ બાતમીના આધારે પોલીસે રેડ કરતાં સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી.
પોલીસને જોઈને કેટલાક જુગારીઓ ખેતરાડી વિસ્તારમાં નાસી છૂટ્યા હતા. જ્યારે દસ ઇસમોને પોલીસે રંગે હાથ ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ. 80 હજાર 190, નવ મોબાઇલ ફોન કિંમત રૂ. 31 હજાર 500, 13 મોટર સાઇકલ કિંમત રૂ. 3.20 લાખ, પાણીના જગ કિંમત રૂ. 200 અને અન્ય સામાન મળી કુલ 4 લાખ 31 હજાર 890 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસે મહુવા તાલુકાનાં બુધલેશ્વર ગામના જગદીશ દુધિયા પટેલ અને મહુવાના જયેશ ઠાકોર ઢીમ્મર સહિત 13 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. પકડાયેલા જુગારીઓ જીતેન્દ્ર ઉર્ફે લાલુ નગીન ઓડ મહેન્દ્ર નગીન ઓડ અક્ષય ભરતભાઇ ઓડ રંગા રઘા પટેલ રાજુ ભગુ પટેલ રણછોડ ચતુર નાયકા ધનસુખ ડાહ્યા હળપતિ ગુણવંત છોટુ ચૌધરી શંકર પેમા પટેલ ઈસાઈ જમુ પટેલ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500