Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, ૧૪ જુગારીયાઓને ઝડપી પાડ્યા

  • May 19, 2023 

વ્યારાના કણજા ફાટક વિસ્તારમાં ચાલતા વરલી મટકા જુગારના અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે દરોડા પાડી ૧૪ જુગારીયાઓને ઝડપી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


મળતી માહિતી મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર ટીમને મળેલ બાતમીના આધારે તા. ૧૮/૦૫/૨૦23 નારોજ વ્યારાના કણજા ફાટક વિસ્તારમાં ચાલતા વરલી મટકા જુગારના અડ્ડા પર દરોડા પાડતા નાસભાગ મચી ગઈ હતી. જોકે પોલીસે સ્થળ પરથી ૧૪ જેટલા જુગારીયાઓને જુગારના સાધનો અનેરોકડ રકમ મળી કુલ રૂપિયા ૧,૬૭,૬૭૫/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે જીગો નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application