Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લાના સ્માર્ટ વિલેજમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, હાલમાં જ આ ગામને ISO દ્વારા સર્ટિફાઈડ કરવામાં આવ્યું હતું

  • June 23, 2022 

હાઈટેક સુવિધાથી સજ્જ વાલોડના બુહારી ગામને હાલમાં જ ISO દ્વારા સર્ટિફાઈડ કરવામાં આવ્યુ છે. તાપી જિલ્લામાં બુહારી ગામ પ્રથમ એવું ગામ છે જે સંપૂર્ણ ડિજિટલ બન્યું છે અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બુહારીની ગ્રામ પંચાયતને જ આ સર્ટિફિકેટ મળ્યો છે.જોકે આ એક પ્રશંસનીય બાબત છે.પરંતુ આ ગામના વિસ્તારમાં ચાલતા દેશી/વિદેશીદારૂના અડ્ડાઓ સ્માર્ટ વિલેજને પડકાર આપી રહ્યા છે.

સ્થાનિક પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં આવી ગઈ 

અહીંથી મોટીમાત્રામાં દારૂ ઝડપાતા પંચાયતે મેળવેલ ISO સર્ટિફિકેટને લઈને અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.કારણ કે આજરોજ જિલ્લા પોલીસ કે પછી સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી નથી કરવામાં આવી પરંતુ ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફ દ્વારા બુહારી ગામે દરોડા પાડી ૭૧ હજારના ઈંગ્લીશદારૂના મુદ્દામાલ સાથે ૩ જણાની અટકાયત કરવામાં આવી છે.જયારે ૫ જણાને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.સુત્રો અનુસાર અહીના એરિયામાં માંગો તે બ્રાન્ડનો અને કહો ત્યાં દારૂ પહોંચાડી આપવાનું સુવ્યવસ્થિત ઢભે ઘણા સમયથી નેટવર્ક ચાલી રહ્યું હતું.જોકે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલએ સ્થાનિક પોલીસની કામગીરી ઉઘાડી પાડી દીધી છે. જેને લઇ સ્થાનિક પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં આવી ગઈ છે.

મળતી માહિતી અનુસાર વાલોડના બુહારી ગામે મોટાપાયે દારૂનું વેચાણ અને સપ્લાય અને સંગ્રહખોરી થતી હોવાની બાતમીના આધારે આજરોજ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બુહારી ગામે દરોડા પાડી ઈંગ્લીશદારૂના જથ્થા સાથે ૩ની ધરપકડ કરી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવતા સ્થાનિક પોલીસ પણ એક્શન મોડ માં આવી

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બુહારી ગામના બોરડી ફળિયામાં રહેતી કોકીલાબેન સુમનભાઈ હળપતિના મકાનમાં તથા મકાન પાસે આવેલ ખાલી જગ્યામાં શોધખોળ કરતા  કુલ રૂ.૭૧,૨૩૦/- નો ઈંગ્લીશદારૂ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જોકે અહીના વિસ્તારમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવતા સ્થાનિક પોલીસ પણ એક્શન મોડ માં આવી ગઈ હતી અને રેડ સામે કામગીરી દેખાડવા દોડતી થઇ ગઈ હતી.

ઈંગ્લીશદારૂની કુલ બાટલીઓ નંગ-૬૬૯ બાટલીઓ કબજે કરવામાં આવી

સ્માર્ટ વિલેજનો ખિતાબ મેળવી ચુકેલી બુહારી ગ્રામ પંચાયતના એરિયામાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીમાં અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશદારૂની કુલ બાટલીઓ નંગ-૬૬૯ બાટલીઓ કબજે કરવામાં આવી હતી. જયારે દારૂ વેચનાર (૧) કોકીલાબેન સુમનભાઈ હળપતિ અને દારૂનો જથ્થો ઉચકીને બીજી જગ્યાએ લઈ જનાર (૨)  રાકેશભાઈ રામુભાઈ હળપતિ  તથા વિદેશી દારૂનો જથ્થો બીજી જગ્યાએ લોકેશન (૩) રમણભાઈ વલ્લભભાઈ હળપતિ એક મહિલા સહિત ૩ ની  ધરપકડ કરવામાં છે.

જોકે દારૂનો જથ્થો મંગાવી આપનાર  (૧) દિવ્યેશ ભાઈ સુમનભાઈ હળપતિ રહે,બોરડી ફળિયું,બુહારી હાલ રહે,સુરત) (૨) ઋત્વિક (૩)ઋતવિકને દારૂ પહોંચાડનાર બે માણસો (૪)યોગેશભાઈ કેશવભાઈ ઢોડીયા પટેલ (રહે, ધમણીયા ફળિયા,ગામ અંધાત્રી- વાલોડ નાઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતા.

કયા મોટા નેતાનો હાથ છે ?? તે એક તપાસનો વિષય બન્યો 


આપને અહી જણાવી દઈએ છીએકે, યોગેશભાઈ કેશવભાઈ ઢોડીયા પટેલ નામનો વોન્ટેડ આરોપીના માથા પર કોઈ સ્થાનિક મોટા નેતાનો હાથ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે યોગેશ પટેલ દારૂના અનેક ગુન્હાઓમાં વોન્ટેડ છે. જોકે કયા મોટા નેતાનો હાથ છે ?? તે એક તપાસનો વિષય બન્યો છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application