ચીખલીમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર આવેલા આલીપોર સ્થિત હોટલના પાર્કિંગમાંથી સ્ટેટ મોનીટરિંગ સેલે આઇસર ટેમ્પોમાંથી સુરતના હજીરા ખાતે લઈ જવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલનો સ્ટાફ પલસાણા તરફ પેટ્રોલિંગમાં હતો.
તે સમયે ચીખલી નેશનલ હાઈવે નંબર પર 48 પર આવેલા આલીપોર સ્થિત રિલીફ હોટલના કમ્પાઉન્ડમાં એક બંધ બોડીનું વાહન ઉભું છે. તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ હોવાની બાતમી મળતા સ્ટેટ મોનીટરીંગ સેલનો સ્ટાફ આલીપોર ધસી આવી હોટલ રીલીફ્ના કમ્પાઉન્ડમાં ઉભેલ ટેમ્પો નંબર MH/04/GR/7907 જે બંધ બોડીવાળા ટેમ્પાને કોર્ડન કરી લઈ સિલ તોડી પાછળનો દરવાજો ખોલી તપાસ કરતા તેમાંથી બિયરના ટીન સહિત વિદેશી દારૂની બોટલ નંગ 8460 જેની કિંમત રૂપિયા 9,63,120/-નો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી તેની સાથે એક મોબાઈલ ફોન તથા આઈસર ટેમ્પો મળી કુલ રૂપિયા 24,75,520/-નો મુદ્દામાલ કબ્જે કરી ચાલક અજિત ઉર્ફે વિધ્યાપ્રસાદ ફિરતુરામ યાદવ (રહે.ગણેશનગર મનોર રોડ પાલધર મહારાષ્ટ્ર)ને ઝડપી લઈ દારૂનો જથ્થો મંગાવનાર, ટેમ્પાનો મલિક સહિત ચાર જેટલાને વોન્ટેડ જાહેર કર્યા હતા.
વધુમાં ટેમ્પાના નંબર પ્લેટ ખોટી લગાડી બીલ્ટી પણ ખોટી બનાવી સાચા તરીકે ઉપયોગ કરાતા પોલીસે સ્ટેટ મોનીટરીંગ સેલના કોન્સ્ટેબલ પ્રહલાદભાઈ ચૌહાણની ફરિયાદમાં આઈપીસી તથા પ્રોહીબિશન એક્ટની જોગવાઈ મુજબનો ગુનો નોંધી તપાસ પી.એસ.આઈ.એ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500