ગુજરાત પોલીસના સ્ટેટ મોનીટરીંગ સેલને ખાનગી બાતમીદારો દ્વારા બાતમી મળી હતી કે, નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા તાલુકાનાં મોટા મંડાળા ગામે ટેકરા ફળિયામાં ચંદ્રસિંગ મેલસિંગ વસાવા પોતાની દુકાન અને મકાનમાં ભારતીય બનાવટનો ગેરકાયદેસર ઈંગ્લીશ અને દેશી દારૂનો ખૂબ મોટો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરે છે.
ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરના P.S.I.નાં સુપરવિઝન હેઠળ તેમની ટીમ દ્વારા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના મોટા મંડાળા ગામે બાતમીની જગ્યાએ રેઈડ કરતા આરોપીની દુકાન અને રહેણાક મકાનના અંદરના ભાગેથી ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ 1,850 બોટલો અને દેશી દારૂ મળી કુલ રૂપિયા 2,10,580/-નો ગેરકાયદેસર દારૂ ઝડપી પાડવામાં સફળતા મળી હતી અને સાથે રોકડા રૂપિયા તથા 1 નંગ મોબાઈલ અને દારૂની હેરાફેરીમાં X વપરાતી એક બાઈક મળી કુલ રૂપિયા 2,48,190/-નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરાયેલી આ રેડમાં મુખ્ય આરોપી ચંદ્રસિંગ મેલસિંગ વસાવા ફરાર થઇ ગયો હતો. જ્યારે દારૂ વેચાણનું કામ કરતી એની પત્ની સુકવાનતા ચંદ્રસિંગ સ્થળ ઉપરથી ગેરકાયદેસર દારૂના જથ્થા સાથે પકડાઈ જતા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દારૂ ક્યાંથી લાવ્યાને કોણ આપી જાય છે એની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500