વાડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિતે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજી હળપતિ દ્રારા માંડવી સ્થિત માંડવી હાઇસ્કુલના ઓડિટોરીયમ હોલ ખાતે વોટ્સએપના માધ્યમથી નાગરીકોની અરજી અને ફરીયાદ નોંધાવવા માટેની વોટ્સએપ હેલ્પલાઇન નંબર *૮૧૭૧૮-૩૭૧૮૩ સેવાનો શુભારંભ કરાયો હતો.જેમાં સુરત, તાપી, ભરૂચ અને ડાંગ જિલ્લાના નાગરિકોની સુવિદ્યા પ્રાપ્ત થશે.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે સુરત, તાપી, ભરૂચ અને ડાંગ જિલ્લાની પ્રજાજનોની સેવા માટે વોટ્સએપ હેલ્પલાઇન નંબરની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ૧૩ જેટલા વિભાગોને જોડવામાં આવ્યા છે. ઘરમાં બેઠા બેઠા વોટ્સઅપ હેલ્પલાઇન થકી જેતે વિભાગને લગતી ફરિયાદ અને અરજી કરી શકાશે. જેનું ઝડપથી નિરાકરણ કરવામાં આવશે.આ હેલ્પલાઇન થકી પડતર પ્રશ્નોના પણ નિકાલ સરળતાથી થઇ શકશે. છેવાડાના ગામડાંઓમાં સુખ સુવિધા પુરી પાડવા સરકાર હંમેશા કટિબદ્ધ છે. આ વેળાએ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ અને પ્રજાજનો દ્વારા વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500