મંત્રી રાઘવજીભાઈ પટેલ રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના મંત્રી રાઘવજીભાઈ પટેલે નવસારીના ગણદેવી તાલુકાનાં ધોલાઈ બંદરની સ્થળ મુલાકાત લઈ સ્થાનિક લોકોના પ્રશ્નો સાંભળી વહેલી તકે નિરાકરણ લાવવાનું આશ્વાસન સાગરખેડૂઓને આપ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, ધોલાઈ બંદરનાં વિકાસ માટે ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ તથા સ્થાનિક આગેવાનો દ્વારા સાગરખેડૂઓને પડતર પ્રશ્નોનો મારી સમક્ષ રજુ થયાં હતા.
જે અન્વયે આજે ધોલાઈ બંદરની મુલાકાત લીધી છે. ધોલાઈ બંદરના વિકાસ માટે જરૂરી સુવિધાઓની વ્યવસ્થાઓ માટે ઝડપી ઉકેલ લાવવામાં આવશે જેથી સાગર ખેડૂઓને કોઈ તકલીફ નહિ પડશે નહિ તેમજ તેઓની આવકમાં વધારો થાય તે દિશામાં આગળ વધીશુ. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે , સાગર ખેડૂતોનાં પ્રશ્નો ક્રમબદ્ધ રીતે ઉકેલ લાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નો કરી રહી છે અને દક્ષિણ ગુજરાતમાં ધોલાઈ બંદર એ મહત્વનું બંદર બની રહેશે. જે બાબતે ઘટતુ કરવા મંત્રીએ ખાત્રી આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500