Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી : મધ્યમ અને મોટા વ્યપારીને થયેલ નુકશાનને પગલે બેંક લોન માટે વ્યાજની સબસિડીની સહાય અપાશે

  • September 26, 2023 

ગુજરાતમાં સપ્ટેમ્બરના મધ્યમાં થયેલ ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે. હવે રાજ્ય સરકાર નાના વેપારીઓને પણ સહાય આપવા તૈયારીઓ કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોના મધ્યમ અને મોટા વ્યપારીને થયેલ નુકશાનને પગલે બેંક લોન માટે વ્યાજની સબસિડીની સહાય અપાશે. ભારે વરસાદની પ્રવર્તમાન પરિસ્થિતિથી અસરગ્રસ્ત નવ જિલ્લાઓ નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, મહિસાગર જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 77 લાખ 45 હજારથી વધુ રકમની અસરગ્રસ્તોને કેશડોલ્સ સહાય અપાઇ છે.



રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં થયેલ ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત વિસ્તારમાં વેપાર, વાણિજ્ય અને આર્થિક પ્રવૃતિના એકમોને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવાનુ નક્કી કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નાના અને મધ્યમ વેપારીઓ પ્રત્યે ઉદાર વલણ રાખીને રાજ્ય સરકારે આ સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લારી, રેકડી, નાની સ્થાયી કેબીન, મોટી કેબીન, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન, મોટી દુકાન, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન એટલે કે જે દુકાનનું પાકુ બાંધકામવાળુ સ્થાયી માળખુ ધરાવતા હોય તેવા અસરગ્રસ્ત લોકોને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.



તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં મધ્યમ અને મોટા વ્યપાર સાથે સંકળાયેલા લોકોને જે નુકશાન થયું હોય તે પ્રત્યે પણ ઉદાર વલણ દાખવીને રાજ્ય સરકારે  બેંક લોન માટે વ્યાજની સબસિડીની સહાય આપવાનું નક્કી કર્યું છે. ભારે વરસાદની પ્રવર્તમાન પરિસ્થિતિથી અસરગ્રસ્ત નવ જિલ્લાઓ નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ,આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, મહિસાગર જિલાલામાં આજદિન સુધીમાં અતિવૃષ્ટિને કારણે રાજ્યમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રૂપિયા 77 લાખ 45 હજારથી વધુ રકમની અસરગ્રસ્તોને કેશડોલ્સની ચુકવણી કરાઇ છે. રાજ્યમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વરસાદથી નુકશાન પામેલ ઘરવખરી માટે 4 કરોડ 96 લાખ 77 હજારથી વધુ રકમની ચુકવણી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application