સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા આઈસક્રિમ વિક્રેતાઓને ત્યાં થતા વેચાણ અને ક્વોલિટીને લઈને તપાસ હાથ ધરાઈ છે. ઉનાળાની સિઝનમાં અત્યારે લોકો ઠંડક મેળવવા આઈસક્રીમ ખાવાનું પસંદ કરતા હોય છે. સુરત શહેરમાં લોકપ્રિય આઈસક્રીમ પાર્લરો પર આઈસક્રીમનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. છતાં વેચાણને લઈને વિક્રેતાઓ દ્વારા રિટર્નમાં સાચી હકીકત ના આપતા દરોડા પાડવામાં આવ્યા.
જ્યાં પીઓએસ મશીન અથવા ગ્રાહકના આગ્રહથી બિલો બનાવવાની ફરજ પડે તેવા કિસ્સામાં બિલો બનાવવા માટે વપરાતા “પેટપૂજા” જેવા સોફ્ટવેરમાંથી બિલો જાતે ડીલીટ કરી અથવા સોફ્ટવેર સેવા પુરી પાડનાર કંપની મારફત ડીલીટ કરાવી દેવામાં આવે છે. આમ કરચોરો દ્વારા ગ્રાહક પાસેથી કાયદેસર વેરાના નામે ઉઘરાવેલી રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવતી નથી.
આઈસ્ક્રીમના વેચાણમાં વધારાને લઇ વિક્રેતાઓને ત્યાં સ્ટેટ જીસેટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા. આઈસક્રીમના વિક્રેતાઓએ રિટર્નમાં વધારો ન દર્શાવાત તપાસ હાથ ધરવામાં આવી. ગરમીની સિઝનમાં આઈસક્રીમ પાર્લરોમાં 20%થી વધુ વેચાણ વધ્યું હોવાની વિભાગને માહિતી મળી હતી. વેચાણ વધવા છતાં માહિતી ના દર્શાવાતા વિભાગે આશંકાના આધારે વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા. આ સિવાય પ્લાયવુડ વિક્રેતાને ત્યાં પણ જીએસટીની તપાસ થશે. જો કે, સ્ટેટ જીએસટી વિભાગને માહિતી મળી છે કે શહેરમાં અંદાજે 700થી વધુ પાર્લરો છે. અને આ પાર્લરો ટેક્સના દાયરામાં આવતા હોવા છતાં વાસ્તવિક કરતાં ઓછું ટર્ન ઓવર બતાવે છે. અધિકારીઓએ જણાવ્યું કે શહેરમાં કેટલાક આઇસક્રીમ પાર્લરો ટેક્સ ચોરી કરતા હોવાની માહિતી મળતા દરોડાની કામગીરી હાથ ધરાઈ. આઈસક્રીમ પાર્લરો ઉપરાંત પ્લાયવુડના વેપારીઓ અને ઠંડાપીણાંના વેપારીઓ પર નજર છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500