ભારત સરકારના યુવા અને રમતગમત મંત્રાલય હેઠળ ચાલતા નહેરુ યુવા કેન્દ્ર સુરત દ્વારા મેરી માટી, મેરા દેશ ફેઝ-૨.૦ ના ભાગરૂપે તા.૧ થી ૩૦ સપ્ટેમ્બર સુધી વિવિધ પ્રવૃતિઓ યોજવામાં આવી રહી છે. જે અંતર્ગત ચોર્યાસી તાલુકામાં ઘરે-ઘરેથી માટી એકત્રિત કરવામાં આવી હતી.આ પ્રવૃતિ નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકો દ્વારા ચોર્યાસી તાલુકામાં સારોલી, સાબરગામ, દેવધ, મોહિની, કુંભારિયા, સાનિયા હેમાદ ગામોમાં કરવામાં આવી હતી. ગ્રામજનો શપથ લેવડાવી તેના વિશેની જાગૃત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમો સુરત જિલ્લા યુવા અધિકારીના માર્ગદર્શન હેઠળ ચોર્યાસી તાલુકા સ્વયંસેવકો નિખિલ ભુવા અને મેહુલ દોંગા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application