દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલનાં એક માર્કેટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ વીડિયોમાં કેટલાંક પોલીસ કાર્ડિયાક અરેસ્ટને કારણે રસ્તા પર પડી ગયેલા લગભગ 50 લોકોને ઉપાડવાનો પ્રયાસ કરતા નજર આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે, આ ઘટનામાં અત્યાર સુધીમાં 151 લોકોનાં મોત થયા છે, જ્યારે 100 લોકો ઘાયલ થયા છે. સિયોલનાં માર્કેટમાં ‘હેલોવીન ફેસ્ટિવલ’ દરમિયાન નાસભાગ મચી જવાથી ત્યાં હાજર લોકોને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. આ ફેસ્ટિવલમાં લગભગ 1 લાખ લોકો સામેલ થયા હતા.
આ તમામ લોકો ગતરોજ રાત્રે હેલોવીન મનાવવા માટે મેગાસિટીના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ ઇટાવાનમાં એકઠા થયા હતા. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. સ્થાનિક સમય પ્રમાણે મધરાત પહેલા એક હોટલ નજીક ડઝનો લોકો બેહોશ થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસને આ ઘટનાની સૂચના આપવામાં આવી હતી. ફાયર અધિકારીઓએ જણાવ્યું કે, તેમને રાત્રે 11.30 વાગ્યા સુધી આવી 81 ફરિયાદો મળી હતી, જેમાં લોકો શ્વાસ લેવામાં તકલીફ હોવાની વાત કરી રહ્યા હતા. દક્ષિણ કોરિયાનાં સિયોલમાં એક વિસ્તારમાં એક સાંકડી ગલીમાંથી કેટલાંય મૃતદેહો મળી આવ્યા છે. મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના 20 વર્ષની આસપાસનાં છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500