કાશ્મીરમાં પારો શૂન્યથી નીચે જવાની સાથે જ શ્રીનગરમાં આ સિઝનની સૌથી ઠંડી રાત્રિ નોંધવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, શહેરમાં શનિવાર રાતે લઘુતમ તાપમાન માઇનસ 2.1 ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધવામાં આવ્યું હતું. જે આ સિઝનનું સૌથી ઓછું છે. તેમણે જણાવ્યું હતું કે, રાતનું તાપમાન આ ઋતુ માટે સામાન્યથી 1.2 ડિગ્રી ઓછું નોંધવામાં આવ્યું છે. દક્ષિણ કાશ્મીરમાં વાર્ષિક અમરનાથા યાત્રાના આધાર શિબિર પૈકીનાં એક પહેલગામ ટુરિસ્ટ રિસોર્ટમાં તાપમાન માઇનસ 3.4 ડિગ્રી નીચે નોંધવામાં આવ્યું હતું. ખીણમાં આ સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાનાં લોકપ્રિય ટુરિસ્ટ રિસોર્ટ ગુલમર્ગમાં તાપમાન માઇનસ 1 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application