એક ફોટોગ્રાફર વિશે નવલકથા 'ધ સેવન મૂન્સ ઑફ માલી અલ્મેડા' લખવા માટે શ્રીલંકાનાં લેખક શેહાન કરુણાતિલાકાને સોમવારે બુકર પુરસ્કાર મળ્યો. એક રિપોર્ટ મુજબ, આ સમયગાળા દરમિયાન કરુણાતિલકાને અંગ્રેજી ભાષાનો સાહિત્યિક પુરસ્કાર તેમજ કવિન કન્સોર્ટ કૈમીલા તરફથી ટ્રોફી સહિત 50,000 પાઉન્ડનો પુરસ્કાર પણ મળ્યો. કરુણાતિલાકાની આ નવલકથા શ્રીલંકામાં 1990 દરમિયાન ચાલી રહેલા દેશના ગૃહયુદ્ધમાં સમલૈંગિક યુદ્ધ ફોટોગ્રાફર અને જુગારી માલી અલ્મેડા વિશે છે.
જોકે બુકર પુરસ્કારમાં દાવેદારોની આ વર્ષનાં શોર્ટ લિસ્ટમાં બ્રિટિશ લેખક એલન ગાર્નરની ટ્રેકલ વોકર, જિમ્બાબ્વેના લેખક નોવીયોલેટ બુલાવાયોની ગ્લોરી, આયરિશ લેખક ક્લેયર કિગનની સ્મોલ થિંગ્સ લાઈક ધીસ, અમેરિકાના લેખક પારસીવાલ એવરેટની ધ ટ્રીજ પણ હતી. કરુણાતિલકાના પુસ્તક વિશે, ન્યાયાધીશોના પ્રમુખ નીલ મૈકગ્રેગરે જણાવ્યું હતું કે, તે એક આધ્યાત્મિક થ્રિલર છે, ફક્ત વિભિન્ન શૈલીઓની, જીવન, મૃત્યુ, શરીર અને આત્માની વાતોથી વણાયેલી નવલકથા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500